આમચી મુંબઈ

તમારા ખાતર ૭ મહિના છોડ્યા, ૨૦મી તારીખે તો આપો

મનોજ જરાંગે-પાટીલે મુખ્ય પ્રધાને બોલાવેલી બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગથી કરી અપીલ

મુંબઈ: મરાઠા આરાક્ષણ સંબંધી મુંબઈ ખાતે મંગળવારે મુંબઈ ખાતે થયેલી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચસ્તરીય બેઠક પાર પડી હતી. મરાઠા આરક્ષણ પ્રધાનમંડળ પેટા સમિતિના સભ્ય શંભુરાજ દેસાઈએ મનોજ જરાંગે-પાટીલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજર રહ્યા હતા.

મનોજ જરાંગેએ બેઠકમાં મરાઠા-કુણબી દાખલા માટે સમિતિનું કામ ચાલી રહ્યું છે. વરિષ્ઠ અધિકારીઓ આ માટે કામ કરી રહ્યા છે. જોકે જુનિયર અધિકારી તેની નોંધ કરી નથી રહ્યા. તો પછી આ સમિતિનો ઉપયોગ શો, એવો સવાલ મરાઠા આરક્ષણના આંદોલનકર્તા
મનોજ જરાંગે-પાટીલે કર્યો હતો.

મરાઠા આરક્ષણ માટેની પેટા સમિતિની બેઠક પાર પડ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અધિકારીઓએ મનોજ જરાંગે સાથે વીડિયો કોન્ફરન્સિંગ પર ચર્ચા કરી છે. આ સમયે જરાંગેએ આગ્રહી ભૂમિકા હાથ ધરી હતી. મનોજ જરાંગેએ મુખ્ય પ્રધાન સાથે થયેલી બેઠકમાં જણાવ્યું હતું કે ઉપવાસ છોડ્યા એ સમયે જે વાત નક્કી કરવામાં આવી હતી એ તમારા શબ્દો અંતિમ હોવાનું માનીને ઉપવાસ છોડ્યા હતા. જેની નોંધ મળી હોય તેમના પૂરા પરિવારને આરક્ષણ આપવું.

તમારા ખાતર ૭ મહિના છોડ્યા હતા. ૨૦મી તારીખે હવે તો આપો એવી વિનંતી જરાંગેએ કરી હતી. મરાઠવાડામાં નોંધ તપાસવામાં આવી નથી. સમિતિને નીમવામાં આવી પણ જુનિયર અધિકારી રેકોર્ડ આપતા જ નથી. શિંદે સમિતિ કામ કરે છે, પણ અધિકારી જાતિવાદની શા માટે રમત રમી રહ્યા છે, એવો સવાલ તેમણે કર્યો હતો. અમુક ગામોમાં તો અગાઉ કુણબી નોંધ ખાલી દેખાડવામાં આવી છે. ત્યાર બાદ ફરી નોંધની તપાસ થયા બાદ નોંધ હોવાનું જોવામાં આવ્યું હોવાનું પાટીલે જણાવ્યું હતું.

દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મનોજ જરાંગેએ કરેલી ફરિયાદની નોંધ લીધી છે. જે અધિકારી પુરાવા હોવા છતાં નોંધ કરતા નો હોય એવા અધિકારીનાં નામ આપવા માટે શિંદેએ પાટીલને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

જરાંગેના કુટુંબની એક પણ કુણબી નોંધ જ ન મળી

મરાઠા આરક્ષણ સંદર્ભે પ્રધાનમંડળની પેટા સમિતિની મહત્ત્વની બેઠકમાં પછાત વર્ગ પંચનું કામ યુદ્ધના ધોરણે શરૂ હોવાની ગવાહી મુખ્ય પ્રધાન શિંદેએ મનોજ જરાંગેને આપી હતી. એક બાજુ મનોજ જરાંગેએ કરેલા ઉપવાસ બાદ મહારાષ્ટ્ર સરકારે કુણબી નોંધનું કામ પુરજોશમાં શરૂ કર્યું છે ત્યારે બીજી બાજુ મનોજ જરાંગે કુટુંબની જ કુણબી નોંધ મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. તેમનું કુટુંબ જે ગામમાં રહે છે એ ગામમાં એક પણ કુણબી નોંધ મળી ન હોવાની વાત સામે આવી હતી.

ભુજબળે બાંયો ચડાવી
ઓબીસી નેતાઓની હાજરીમાં પાંચમી જાન્યુઆરીએ પંઢરપુરમાં થશે વિરાટ સભા
મુંબઈ: મરાઠાઓને ઓબીસીમાં આરક્ષણ (ઓબીસી રિઝર્વેશન) ન આપવાની માગણી માટે પાંચમી જાન્યુઆરીએ પંઢરપુરમાં છગન ભુજબળ અને અન્ય નેતાઓની હાજરીમાં પાંચમી જાન્યુઆરીએ ઓબીસીનો વિરાટ એલ્ગાર મેળો થવાનો છે. આ અંગેની માહિતી ભાજપના નેતા ગોપીચંદ પડળકરે આપી હતી. આ ઉપરાંત ઓબીસીના વિરાટ એલ્ગાર મેળા માટે લાખોની સંખ્યામાં ઓબીસી સમાજ હાજર રહેશે એવું પણ તેમણે જણાવ્યું હતું.

એક બાજુ મનોજ જરાંગે-પાટીલ ૨૦મી જાન્યુઆરીએ મરાઠા સમાજને ઓબીસીમાં આરક્ષણ મેળવી આપવા માટે મુંબઈ તરફ આંદોલન માટેની તૈયારી કરી રહ્યા છે. તો બીજી બાજુ ઓબીસી સમાજ પણ આરક્ષણ માટે આક્રમક થયો હોવાનું દેખાઈ રહ્યું છે. પાંચમી જાન્યુઆરીએ પંઢરરપુરમાં ઓબીસીઓનો એલ્ગાર મેળો થવાનો છે, જેમાં ઓબીસીના નેતા છગન ભુજબળ, પ્રકાશ શેંડગે સહિત અનેક નેતાઓ હાજર રહેવાના હોવાનું પડળકરે જણાવ્યું હતું.

ઓબીસી અને ધનગર સમાજ અંગે રાજ્ય સરકાર ભેદભાવ કરી રહી હોવાનું જણાવતા દસ્તાવેજ હોવા છતાં ચાર ચાર મહિના સુધી ઓબીસી સમાજને સર્ટિફિકેટ મળી ન રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ઓબીસી સમાજમાં અનેક વિમુક્ત જાતિ હોઇ તેમની પાસે જમીન ન હોવાથી આ સમાજ વિમુક્ત રહેતો હોય છે. આવી જ વિમુકતતામાં તેમનાં બાળકોનો જન્મ થતો હોય છે. જોકે તેની નોંધ કરવી પડતી હોય છે, તેની પણ તેઓને જાણ નથી. સર્ટિફિકેટ આપતા સમયે તેમની પાસે જમીનના દસ્તાવેજો માગવામાં આવતા હોય છે, એવું પડળકરે જણાવ્યું હતું.

ત્રીજી જાન્યુઆરીથી ધનગર સમાજના કેસની મુંબઈ હાઈ કોર્ટમાં અંતિમ સુનાવણી શરૂ થવાની હોઇ પાંચમી જાન્યુઆરી સુધી ચાલશે. આગામી ૧૫ દિવસમાં ધનગર સમાજનો ફેંસલો સમાજની તરફેણમાં જ આવશે, તેનું કારણ એ છે કે તમામ પુરાવા અમારી તરફેણમાં હોવાનો વિશ્ર્વાસ પડળકરે વ્યક્ત કર્યો હતો. પહેલી વાર ધનગર અધિકારી અને પદાધિકારીઓને એક સમિતિ સરકારે નીમી હોવાથી બિહાર, તેલંગણ, ઉત્તર પ્રદેશ વગેરે ઠેકાણે જઇને રાજ્ય સરકાર એકાદ જાતિને કેવી પદ્ધતિથી આરક્ષણ આપી શકે છે તેનો જીઆર સરકારને આપવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારે રાજ્યમાં ધનગર સમાજ ન હોવાનું સોગંદનામું મુંબઈ હાઈ કોર્ટમાં આપ્યું છે. આને કારણે હવે અમારે અનુસૂચિત જનજાતિની નોંધ તાત્કાલિક આપવાની શરૂઆત કરવી નહીં તો સમાજ કોર્ટ અને રસ્તા એમ બંને લડત લડવા તૈયાર છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત