સ્પોર્ટસ

ભારતીય મહિલા ટીમના વન-ડે સીરિઝમાં ઘરઆંગણે સૂપડા સાફ, ઓસ્ટ્રેલિયાએ 3-0થી કર્યો વ્હાઇટવોશ

મુંબઇઃ ભારતીય મહિલા ટીમનો ત્રણ મેચની વન-ડે સીરિઝમાં કારમો પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતીય મહિલા ટીમનો વન-ડે સીરિઝમાં 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો ત્રીજી વન-ડે મેચમાં 190 રને ભવ્ય વિજય થયો હતો.

આ સાથે કાંગારૂ ટીમે ભારતનો સફાયો કરી દીધો અને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને ભારતના પ્રવાસ પર એકમાત્ર ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, કાંગારૂ ટીમે વનડે શ્રેણી 3-0થી જીતીને જોરદાર વાપસી કરી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચોની સીરિઝ રમાશે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારતને 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 148 રનમાં સમેટાઈ ગઈ હતી અને 190 રનથી મેચ હારી ગઈ હતી.

આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ફીબી લિચફિલ્ડે સૌથી વધુ 119 રન ફટકાર્યા હતા. જ્યારે ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 29 રન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button