સ્પેશિયલ ફિચર્સ

ઓફિસની Zoom Meeting ચાલી રહી હતી અને વચ્ચે જ એક વ્યક્તિએ…

અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ અહીં સેંકડો વીડિયો વાઈરલ થતાં હોય છે અને એમાંથી કેટલાક વીડિયો તો એટલા મજેદાર હોય છે કે નહીં પૂછો વાત. આજે અમે અહીં તમને આવા જ એક વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો કોઈ ઓફિસના કર્મચારીઓની ઝૂમ મીટિંગનો છે અને આ વીડિયોમાં ઝૂમ કોલ પર કર્મચારીઓ વચ્ચેના સ્ક્રિપ્ટેડ મજેદાર ઝઘડો જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઘર કે ક્લેશ નામની આઈડી પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક કર્મચારીઓ નવા વર્ષનું પ્લાનિંગ કરી રહ્યા પરંતુ એમાં એક વ્યક્તિએ હિંદીમાં બોલવાનું શરૂ કર્યું અને અહીંથી મોકાણ શરૂ થઈ. લોકોએ તેને અંગ્રેજીમાં બોલવા જણાવ્યું કારણ કે તેમને હિંદી સમજવામાં મુશ્કેલી પડી રહી હતી. પેલા ભાઈએ થોડો સમય અંગ્રેજીમાં ચલાવ્યું ય ખરું પણ પાછું હિંદીમાં જ બોલવાનું શરૂ કરતાં ઝૂમ મીટિંગ પર જ ઝઘડો શરૂ થઈ ગયો હતો.
વાઈરલ વીડિયોમાં કંપનીના કર્મચારીઓ વચ્ચે ભાષાને લઈને ઝઘડો શરૂ થઈ ગયો હતો. એક સમજદાર કર્મચારીએ આ ઝઘડાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો પણ ખાસ કંઈ મેળ પડ્યો નહીં. આટલી નાનકડી વાત પર ગુસ્સે ભરાયેલા કર્મચારીઓ કોઈની જ વાત સાંભળવા તૈયાર નહોતા અને તેમણે પોત-પોતાની ભાષામાં બોલવાનું શરૂ કરી દીધું હતું.

આ વીડિયો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે તે સ્ક્રિપ્ટેડ છે. પણ તેમ છતાં લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ એને એક લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોને બીજા અનેક પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કલીગ્સની વચ્ચે થઈ ગયો ઝઘડો, કારણ કે ઝૂમ મીટિંગમાં એક વ્યક્તિએ હિંદી બોલવાનું શરૂ કરી દીધું.

આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો હિંદી બોલનારાની તરફેણમાં વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો વળી અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button