બીજા લગ્ન બાદ અરબાઝ ખાને પત્ની મલાઈકા સાથે કરી આવી હરકત…
અરબાઝ ખાન હાલમાં તેના બીજા લગ્નને કારણે ચર્ચામાં છે, પણ આ બીજા લગ્ન બાદ હવે અરબાઝ ખાને પોતાના અસલી તેવર બતાવતા પહેલી પત્ની મલાઈકા અરોરા સાથે કંઈક એવું કર્યું છે કે જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આખરે માંઝરો છે શું…
વાત જાણે એમ છે કે બીજા લગ્ન બાદ તરત જ અરબાઝે તેની એક્સ વાઈફ મલાઈકા અરોરાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધી છે અને એને કારણે સોશિયલ મીડિયા પર અરબાઝ ખાનના આવા વર્તનની જ ચર્ચા ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝે 24મી ડિસેમ્બર, 2023ના મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા અને હાલમાં આ કપલ હનીમૂન અને નવા વર્ષનું સેલિબ્રેશન કરવા માટે વિદેશ પહોંચી ગયું છે.
શુરા સાથેના બીજા લગ્ન બાદ હવે અરબાઝ સોશિયલ મીડિયા પર તેની નવી દુલ્હન સાથે ફોટા શેર કરી રહ્યો છે અને એની સાથે સાથે જ તેણે તેની એક્સ વાઈફ મલાઈકા અરોરાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધી હોવાની માહિતી સામે આવી રહી છે.
અહીંયા તમારી જાણ માટે કે અરબાઝ ખાન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 127 જણ લોકોને ફોલો કરે છે, જેમાં તેના ભાઈઓ સલમાન ખાન અને સોહેલ ખાન અને પુત્ર અરહાન ખાનનો સમાવેશ થાય છે. પહેલા આ યાદીમાં મલાઈકા અરોરા પણ આવતી હતી પણ હવે આ લિસ્ટમાંથી મલાઈકાની બાદબાકી થઈ ગઈ હોવાનું કહેવાય છે. પણ સામે પક્ષે મલાઈકા હજી પણ એક્સ હસબન્ડ અરબાઝ ખાનને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાનની 1998માં લગ્ન બંધનમાં બંધાયા હતા અને બંનેએ 2016માં છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંનેએ 2017માં ઓફિશિયલી છૂટાછેડા લઈ લીધા હતા. બંનેને સંતાનમાં એક દીકરો અરહાન ખાન છે. છૂટાછેડાના આશરે સાત વર્ષ બાદ, અરબાઝ ખાને પોતાની ગર્લ ફ્રેન્ડ અને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કરી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં એક અખબાર સાથે વાત કરતાં અરબાઝ ખાન સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે છૂટાછેડા બાદ તેણે મલાઈકાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધી હતી, પરંતુ 2017માં જ તેણે ફરીથી મલાઈકાને ફોલો કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી બાજું અરબાઝ ખાનના બીજા લગ્ન બાદ મલાઈકાએ પણ ફરીથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો કોઈ તેને લગ્ન માટે પૂછશે તો તે લગ્ન માટે હા પાડી દેશે…