મનોરંજન

Palak Tiwariએ Orryને કહ્યું સોરી અને…

સોશિયલ મીડિયા આવ્યા પછી પબ્લિક ફીગર ગણાતા સેલેબ્સની લાઈફ બિલ્કુલ પ્રાઈવેટ રહી નથી અને તે પબ્લિક લિમિટેડ બની ગઈ છે. સેલેબ્સની દરેક વાત સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની જાય છે અને આવું જ કંઈક અત્યારે શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ફીલ કરી રહી હશે, કારણ કે પલક તિવારી અને ઈન્ટરનેટ સેન્સેશન ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિ વચ્ચેની પ્રાઈવેટ ચેટ લીક થઈ છે. એટલું જ નહીં પણ આ ચેટ ખુદ ઓરીએ જ લીક કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. આવો જોઈએ શું છે આ પ્રાઈવેટ ચેટમાં…

સોશિયલ મીડિયા પર પલક તિવારીના આ ચેટ્સના સ્ક્રીન શોટ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં પલક ઓરી પાસેથી માફી માંગી રહી છે અને ઓરીએ તેને જવાબમાં મિડલ ફિંગર દેખાડી હતી. વાઈરલ થઈ રહેલા આ સ્ક્રીન શોટમાં પલક ઓરીને મેસેજ કરીને કહે છે કે હાય ઓરી, પલક ધીસ સાઈડ. તેં માફી માંગવા કહેલું અને હું માફી માંગી રહી છું. પલકના આ મેસેજના જવાબમાં ઓરી તેને મિડલ ફિંગર દેખાડે છે.

જેના રિપ્લાયમાં સારા કહે છે કે હું સારાનું માન રાખીને હું આ કહી રહી છું. પલકને રિપ્લાય આપતા ઓરીએ લખ્યું હતું નો બેબ… તું તારા સેલ્ફ રિસ્પેક્ટને કારણે માફી માંગી રહી છે, કારણ કે તને કેવી રીતે વાત કરવી જોઈએ એની ખબર નથી. ઓરીનો આ જવાબ સાંભળીને પલક કહે છે કે મેં માફી માંગી લીધી છે.

ઓરી અને પલક વચ્ચે આખરે કયા કારણે ખટપટ થઈ છે એનું કારણ તો આ સ્ક્રીન શોટ જોઈને નથી જાણી શકાતું પણ આ મેસેજ વાંચીને એક વાત સ્પષ્ટ થાય છે કે આનું કનેક્શન સારા સાથે છે. ફેન્સ આ સારા એ સારા અલી ખાન હોવાનું માની રહ્યા છે કારણ કે સારાના ભાઈ ઈબ્રાહિમ સાથે પલકનું નામ જોડાઈ રહ્યું છે. પલક અને ઈબ્રાહિમ ન્યુ યર પણ સાથે જ સેલિબ્રેટ કર્યો હતો અને પેપ્સને જોઈને બંને જણે મોઢું છુપાવી લીધું હતું.

જોકે, આ ચેટ્સને જોઈને લોકોને શોક લાગ્યો છે અને એનાથી પણ વધુ આશ્ચર્ય તો એ વાતનું થયું છે કે ઓરીએ આ ચેટ્સ લીક કર્યા છે. ઘણા લોકોએ આ ઘટનાને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button