મનોરંજન

શું બીમારીથી પીડાઇ રહ્યો છે સોનમ કપૂરનો પતિ? અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

દરેક વ્યક્તિની જેમ બોલીવુડ સ્ટાર્સે પણ નવા વર્ષનું અવનવી પોસ્ટ મુકીને સ્વાગત કર્યું છે. અનેક સ્ટાર્સ માટે 2023 અપાર આનંદ આપનારું રહ્યું, તો અનેક સ્ટાર્સ માટે તે એક અનુભવ સમાન રહ્યું. ત્યારે બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે પણ તેનો વર્ષ 2023 કેવું ગયું તે અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી, જેમાં જીવનમાં આવેલા અનેક ઉતાર-ચઢાવની સાથે પતિ આનંદ આહુજા એક બીમારીથી પીડાઇ રહ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.

સોનમે એક લાંબી પોસ્ટ મુકી જેમાં તેણે વર્ષ 2023માં તેને થયેલા સકારાત્મક તથા નકારાત્મક અનુભવોને શેર કર્યા હતા, તેણે કહ્યું હતું કે મારા પતિ 2023માં ખૂબ બીમાર થઇ ગયા. ડોક્ટરો પણ અંદાજ લગાવી શક્યા ન હતા કે તેને શું થયું છે. તે 3 મહિના મારા માટે નરક સમાન હતા. પરંતુ ભગવાનની કૃપા અને ડોક્ટર સરીનની મહેનતથી સારું ફળ મળ્યું, આનંદ હવે બિલકુલ સ્વસ્થ છે.

સોનમે પોતે બિઝનેસમાં પતિને મદદ કરી રહી હોવાનો અને બિઝનેસ પણ સારો ચાલી રહ્યો હોવાની માહિતી આપી હતી.
માતાપિતા બનવાના અનુભવ અંગે સોનમે લખ્યું હતું કે વીતેલું વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. અમે એ હકીકત સ્વીકારી લીધી હતી કે અમે હવે માતાપિતા બની ગયા છે. માતા બનવાથી ઘણી ખુશીઓ આવે છે, અજાણ્યા ભયનો પણ સામનો કરવો પડે છે. હું ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક રીતે બદલાઇ ગઇ છુ. અને આ મારો નવો અનુભવ છે. એમ સોનમે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button