સ્પેશિયલ ફિચર્સ

પાર્ટી ચાલુ છે ઓફિસ નહીં આવી શકું… કર્મચારીએ બોસને મોકલ્યો મેસેજ અને…

2023નું વર્ષ વિદાય લઈ ગયું અને 2024નું વર્ષ શરૂ થઈ ગયું પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવા છે કે જેમને હજી પણ ન્યુ યરની પાર્ટીનું હેન્ગ ઓવર ઉતર્યું નથી. કેટલાક લોકો ઈમાનદારીથી બીજા દિવસની રજા લઈને હેન્ગ ઓવર ઉતારતા હોય છે તો કેટલાક લોકો ખોટા બહાના કરીને કે સીક લીવ નાખીને હેન્ગ ઓવર ઉતારતા હોય છે.

પરંતુ શું તમે ક્યારેય બોસને એવું કહીને રજા લીધી છે કે હું પાર્ટી કરી રહ્યો છું અને ઓફિસ નહીં આવી શકું? નહીં ને? પણ બોસ એક બંદાએ ડેરિંગ આવી ડેરિંગ કરી છે અને તેણે સવાર સવારમાં પાંચ વાગ્યે બોસને પાર્ટી ચાલી રહી છે, ઓફિસ નહીં આવી શકું એવો મેસેજ કર્યો હતો. જેના પર તેના બોસે તેને સરસ મજાનો રિપ્લાય આપ્યો હતો. આ સંવાદનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

એક મોટી કંપનીના સીઈઓ અંકિત અગ્રવાલે ખુદ પોતાની જ કંપનીના કર્મચારીએ તેને કરેલા વોટ્સએપ મેસેજનો સ્ક્રીન શોટ LinkedIn પર શેર કર્યો હતો. આ આખા બનાવમાં મજાની વાત તો એ હતી કર્મચારીએ કોઈ પણ ખોટા બહાના બનાવ્યા વગર સીધીને સટ્ટ વાત કરીને બોસ પાસે રજા માંગી હતી.

ગુરુવારની સવારે 4.53 કલાકે મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે હાય અંકિત , લાંબા સમય બાદ હું તમારી પાસેથી નાઈટ પાર્ટી માટે રજા માંગી રહ્યો છું. હું એક કોન્સર્ટમાં ગયો હતો અને પાર્ટી હજી પણ ચાલુ છે. સોરી હવે હું શુક્રવારે જ ઓફિસ આવી શકીશ. હું બાકીની ટીમ સાથે સાંજે વાત કરી લઈશ.

અંકિતે પણ કર્મચારીના મેસેજના જવાબમાં લખ્યું હતું એવું લખવાની હિંમત ખૂબ જ ઓછા બોસ દેખાડી શકતા હોય છે. અંકિતે રિપ્લાયમાં લખ્યું હતું કે કૂલ…આશા રાખું છું કે કોન્સર્ટ મસ્ત હશે… ક્યારેક અમને પણ લઈ જાજે… અંકિતના આ મેસેજના રિપ્લાયમાં કર્મચારીએ પણ લખ્યું હતું કે અરે ચોક્કસ… એની ટાઈમ…

અંકિતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એના પર અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું હતું કે આવું વર્ક કલ્ચર હોય તો કામ કરવામાં મજા પડી જાય. જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે આવા બોસ હોય તો રજા લેવા માટે ખોટા બહાનાની જરૂર નહીં પડે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button