નગરયાત્રાએ નીકળશે ભગવાન રામ પરંતુ તેમની આંખો પર હશે……
અયોધ્યા: જેમ જેમ દિવસ જતો જાય છે તેમ તેમ પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ નજીક આવતો જાય છે. અને સમગ્ર દેશવાસીઓ જાણે આજ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. હવે થોડાક જ દિવસોમાં પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આખું વિશ્વ સાક્ષી બનશે. ત્યારે તે પહેલાં પ્રભુ રામ નગરયાત્રાએ નીકળશે.
આ એક વર્ષોથી ચાલી આવતી પરંપરા છે જ્યારે પણ કોઈ રાજાનો રાજ્યાભિષેક થવાનો હોય ત્યારે પહેલાં તે નગરયાત્રાએ નીકળે છે અને પોતાના નગરમાં રહેતા તમામ પ્રજાજનો સાથે જોડાઈ શકે અને પોતાના નગરથી અવગત થઈ શકે જેથી આવનારા સમયમાં તે તેમના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ લાવી શકે. જ્યારે પ્રભુ રામ રાજગાદી પર બિરાજમાન થવાના હતા ત્યારે પણ આજ રીતે નગરયાત્રાએ નીકળ્યા હતા. પરંતુ અહી એક ખાસ બાબત એ છે કે જ્યારે પ્રભુ રામ નગરયાત્રાએ નીકળશે ત્યારે તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવશે. તો ચાલો તમને જણાવું કે આંખો પર પટ્ટી કેમ બાંધવામાં આવે છે.
પટ્ટી બાંધવાનું ખાસ કારણ એ છે કે ભગવાનની આંખોમાં ભક્તોએ વધારે સમય ના જોવું જોઈએ. નરસિંહ મહેતાએ પોતાની એક રચનામાં જણાવ્યું છે ભગવાન પોતાના ભકતોથી બહુ જલ્દી પ્રભાવિત થઈ જાય છે જ્યારે કોઈ ભક્ત ભગવાનમય થઈ જાય ત્યારે તેને કઈ ધ્યાન રહેતું નથી તેમજ ભગવાન પણ ભક્તમય થઈ જાય છે.અને એટલે જ કોઈ પણ મંદિરોમાં ભગવાનના દ્વારા બહુ લાંબા સમય સુધી ખુલ્લા રાખવામાં આવતા નથી. આથી ભગવાન રામ જ્યારે નગરયાત્રાએ નીકળશે ત્યારે તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવશે જે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ્યારે પ્રભુ રામને દર્પણ બતાવવામાં આવશે ત્યારે જ ખોલવામાં આવશે.
નોંધનીય છે રામલલાની આ મૂર્તિ એટલા માટે પણ ખાસ છે. કારણકે નેપાળની નારાયણી નદીમાંથી શાલિગ્રામ શિલા લાવીને કોતરીને આ પ્રતિમા બનાવવામાં આવી છે. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ છે અને ભગવાન રામ ભગવાન વિષ્ણુના અવતાર છે.