શૅરબજારમાં નવા વર્ષે નવી ઓલટાઇમ હાઈ સપાટી: બેન્ચમાર્કે સાધારણ સુધારા સાથે રચ્યા નવાં શિખર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : શેરબજારમાં નવા વર્ષની શરૂઆત નિરસ ટોન સાથે થઇ હતી પરંતુ તેજીવાળાઓએ જોર લગાવીને બેન્ચમાર્રને નવી ઓલટાઇમ હાઈ સપાટી સુધી લઇ જવામાં સફળતા મેળવી હતી. બંને બેન્ચમાર્કે સાધારણ સુધારા સાથે રચ્યા નવા શિખર બનાવવ્ાામાં સફળતા મેળવી હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી 2024ના રોજ ફશેરબજારે નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી હતી. એનર્જી, સર્વિસ અને ટેલિકોમ સેકટરના શેરોમાં લેવાલીનો ટેકો મળવાથી સેન્સેક્સ 72,561 અને નિફ્ટી 21,834ના નવા વિક્રમી ઊંચા સ્તરે પહોંચ્યા હતા. જોકે, આ પછી થોડો ઘટાડો થયો હતો અને સેન્સેક્સ માત્ર 31 પોઈન્ટના વધારા સાથે 72,271 પર બંધ થયો છ, જયારે નિફ્ટી માંડ 10 પોઈન્ટનો સુધારો જાળવી 21,741ના સ્તર પર બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઘટાડો અને 13માં વધારો જોવા મળ્યો છે.
સેન્સેક્સના શેરોમાં નેસ્લે, ટેક મહિન્દ્રા, એચસેીલ ટેકનોલોજીસ, ટાટા મોટર્સ, વિપ્રો અને આઇટીસી ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં. જ્યારે ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેન્ક, એનટીપીસી અને હિંદુસ્તાન યુનિલીવર ટોપ લુઝર રહ્યાં હતા.
એશિયન અને અમેરિકન માર્કેટ નવા વિર્ષ નિમિત્તે બંધ રહ્યાં હતાં. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.14 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 77.04 ડોલર બોલાયું હતું. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં શુક્રવારે રૂ. 1459.12 કરોડની લેવાલી નોંધાવી હતી.
વોડાફોન આઈડિયાના શેરમાં સતત બીજા ટે્રડિગ દિવસે વધારો જોવા મળ્યો હતો અને તે 5.94 ટકાના ઉછાળા સાથે રૂ. 16.95 પર બંધ રહ્યો હતો. આ સ્ટોક બે દિવસમાં લગભગ 23 ટકા વધ્યો છે. અદાણી ગ્રુપના તમામ નવ શેર્સમાં પણ વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે સેન્સેક્સ 19 ટકા વધ્યો અને નિફ્ટી 20 ટકા વધ્યો હતો. 2023માં શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 11,399.52 પોઇન્ટસ અથવા તો 18.73 ટકા અને નિફ્ટી 3626.1 પોઇન્ટ અથવા તો 19.42 ટકા વધ્યો છે.
બંને સૂચકાંકોમાં ટાટા મોટર્સનો શેર સૌથી વધુ વધ્યો હતો. ટાટા મોટર્સે 2023માં રોકાણકારોના નાણાં લગભગ બમણા કરી દીધા છે. 2 જાન્યુઆરીએ આ શેરની કિમત 394 રૂપિયા હતી, જે 2023ના અંતિમ ટે્રડિગ દિવસે એટલે કે 29 ડિસેમ્બરે વધીને 779 રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ સૂચકાંકો લગભગ 45 ટકા વધ્યા છે.
2023ના અંતિમ ટે્રડિગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ, વર્ષ 2023ના અંતિમ ટે્રડિગ દિવસે એટલે કે 29મી ડિસેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ લગભગ 170 પોઈન્ટના ઘટાડા સાથે 72,240 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી પણ 47 પોઈન્ટ ઘટીને 21,731 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સમાં નેસ્ટલે ઈન્ડિયા 2.89 ટકા, ટેક મહિન્દ્રા 2.00 ટકા, ટાટા મોટર્સ 1.25 ટકા, વિપ્રો 1.19 ટકા અને એચસીએલ ટેક 1.16 ટકા વધ્યા હતા, જ્યારે ભારતી એરટેલ 1.92 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.66 ટકા, બજાજ ફિનસર્વ 0.66 ટકા, એચડીએફસી બેન્ક 0.53 ટકા અને એનટીપીસી 0.53 ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની 2 કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. ઉ