ફ્રાંસ કબૂતરબાજી: અમેરિકામાં ઘૂસ્યા પછી હવાલાથી એજન્ટોને પૈસા ચૂકવવાના હતા?
અમદાવાદ: ગુજરાતમાંથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવનારાં એજન્ટો વિદેશમાં જવા માગતા લોકો પાસેથી મોટા ભાગે એડવાન્સમાં પૈસા વસૂલતા નથી, પરંતુ ઘૂસણખોરી બાદ ત્યાં ગેરકાયદે કમાણીથી ભેગા કરેલા પૈસામાંથી એજન્ટોને હવાલાથી ભારતમાં ચૂકવણુ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. ફ્રાંસમાં પકડાયેલા ગુજરાતી મુસાફરોએ પણ ગુજરાત કે અન્ય રાજ્યના અજન્ટોને અગાઉથી કોઇ ચૂકવણું કર્યું નહોતુ એવું ચર્ચાઇ રહ્યું છે.
ફ્રાંસ કબૂતરબાજી પ્રકરણમાં સંડોવાયેલા નવ એજન્ટોના નામ સીઆઈડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યા હતા. જ્યારે આ કેસમાં 66 લોકોની ઓળખ કરી લેવામાં આવી હતી. જેમાંથી સીઆઈડી દ્વારા 50 લોકોની સઘન પૂછપરછ કરાઇ છે. આ પ્રવાસીઓ દુબઇમાં બે દિવસ હોટલમાં રોકોયા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. આ પ્રવાસીઓએ એજન્ટોને હજી સુધી એકપણ રૂપિયો ન આપ્યો હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. સીઆઈડી દ્વારા હવે એજન્ટો અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં નવ એજન્ટોનાં નામ બહાર આવી ગયા છે. પરંતુ તપાસમાં ખલેલ પહોંચે તે હેતુથી તેમનાં નામ જાહેર કરવામાં નહીં આવે. આ સાથે 50 મુસાફરોની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, મુસાફરોએ એજન્ટોને એકપણ રૂપિયો હજી ચૂકવ્યો ન હતો. મુસાફરોની ટિકિટ, વિઝા ફી સુધી એજન્ટોએ જ પૈસા આપ્યા છે. આ મુસાફરો દુબઇની હોટલમાં પણ બે દિવસ રોકાયા હતા. સીઆઈડી દ્વારા આ અંગે હાલ દુબઇ સહિત અન્ય દેશોની એમ્બસીમાં સંપર્ક કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ડીલ 40 લાખથી લઇને સવા કરોડ સુધીની નક્કી થઇ હતી. દરેક મુસાફરો અમેરિકા પહોંચી જાય તે બાદ નક્કી કરવામાં આવેલા રેટ આપવાના હતા. સાથો સાથ અન્ય જે 50 ગુજરાતી છે જે આવી રીતે વિદેશ ગયા હતા. આ લોકોની પૂછપરછમાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, અત્યાર સુધી ઉત્તર ગુજરાતના લોકો ત્યાં વધારે જતાં હતા પરંતુ આ વખતે સુરત અને વલસાડના લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે. ઉ