આપણું ગુજરાત

અમદાવાદમાં પાણી વપરાશ વધ્યો: માથાદીઠ150 લિટરના બદલે 230 લિટર સપ્લાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં પીવાલાયક પાણી અંગે વારંવાર ફરિયાદો થતી રહે છે. પાણીના અપૂરતા પ્રેશર કે પાણી સપ્લાય ન થવા અંગે વિપક્ષ દ્વારા પણ આક્ષેપો થતાં રહે છે જયારે સત્તાધારી પક્ષના કોર્પોરેટરો પણ છાનાખૂણે રજૂઆત કરતા જોવા મળે છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ મનપા દ્વારા નાગરિકોને જરૂરિયાત કરતા પણ વધુ પાણી સપ્લાય કરવામાં આવે છે. શહેરમાં ગેરકાયદેસર જોડાણો, મોટરિંગ અને લીકેજીસના કારણે નાગરિકોને પૂરતી માત્રામાં પાણી મળતું નથી. તદઉપરાંત નાગરિકો દ્વારા પણ પાણીના વપરાશમાં સંયમ જાળવવામાં આવતો નથી. એક અંદાજ મનપા દ્વારા માથાદીઠ ર30 લિટર કરતા પણ વધુ પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મનપા દ્વારા શહેરમાં નર્મદાના પાણી સપ્લાય કરવામાં આવે છે. નર્મદા કેનાલમાંથી લેવામાં આવતા પાણીને કોતરપુર, ગ્યાસપુર અને રાસ્કા ખાતે ટ્રીટ કરી અંદાજે ર19 જેટલા વો.ડી. સ્ટેશન મારફતે ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત 300 કરતા વધુ આઈસોલેટેડ બોરવેલ દ્વારા પણ પાણી લેવામાં આવે છે. મનપા દ્વારા દૈનિક 1660 મિ.લિ. પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. શહેરની વસ્તી ર0ર1ના પ્રોરેટા મુજબ ગણવામાં આવે તો 69.7પ લાખ છે જે મુજબ મનપા દ્વારા માથાદીઠ ર38 લીટર પાણી સપ્લાય કરવામાં આવે છે. જો ર0ર3 મુજબ વસ્તીનું અનુમાન કરવામાં આવે તો હાલ 7ર લાખની વસ્તી છે. જે મુજબ ગણતરી કરવામાં આવે તો પણ મનપા દ્વારા દૈનિક ર30 માથાદીઠ પાણી સપ્લાય થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા મુજબ વ્યક્તિદીઠ દૈનિક 1પ0 લિટર પાણીની જરૂરિયાત રહે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button