નેશનલ

પેકેજ્ડ આઈટમ પર ઉત્પાદનની તારીખ’ અને એકમ વેચાણ કિંમત’ છાપવી ફરજિયાત

નવી દિલ્હી: સોમવારથી પેકેજ્ડ કોમોડિટીઝ પર ઉત્પાદનની તારીખ' અનેએકમ વેચાણ કિંમત’ છાપવી પહેલી જાન્યુઆરીથી ફરજિયાત બન્યું છે એવી માહિતી ગ્રાહક બાબતોના ખાતાના સચિવ રોહિત કુમાર સિંહે કરી હતી. અગાઉ કંપનીઓને પેકેજ્ડ કોમોડિટી પર ત્રણ લખાણ- ઉત્પાદનની તારીખ' કેઆયાતની તારીખ’ કે પેકેજિંગની તારીખ'નો વિકલ્પ અપાયો હતો. ગ્રાહક બાબતોના ખાતાના છેલ્લામાં છેલ્લા જાહેરનામા પ્રમાણે હવે કંપનીઓને માટેએકમ વેચાણ કિંમત’ સાથે ઉત્પાદનની તારીખ' છાપવું ફરજિયાત બન્યું છે. રોહિત કુમારે કહ્યું હતું કે પેકેજ્ડ આઈટમ વિવિધ જથ્થામાં વેચાતી હોવાથી એ જરૂરી છે કે ગ્રાહકોને જેનું પેકિંગ કરાયું છે એનીએકમ વેચાણ કિંમત’ની જાણ થાય અને આ આધારે તે વેચાણનો ખરીદવાનો નિર્ણય લે.
ઉત્પાદનની તારીખ' છાપવાથી ગ્રાહકોને એ જાણવામાં મદદ મળશે કે પેક કરેલી આઈટમ કેટલી જૂની છે અને આનાથી તે ખરીદીનો સચેત નિર્ણય લઈ શકશે. એ જ પમાણેએકમ વેચાણ કિંમત’ છાપવાથી ગ્રાહકોને એકમદીઠ ભાવ સમજવામાં મદદ થશે.
દાખલા તરીકે ઘઉંના લોટના અઢી કિલોના પેકેજમાં `એકમ વેચાણ કિંમત’ કિલોદિઠ હશે અને આની સાથે મેક્સિમમ રીટેલ પ્રાઈઝ (એમઆરપી) પણ હશે.
એજ પ્રમાણે જો પેકેજ્ડ કોમોડિટીનો જથ્થો એક કિલોથી ઓછો હશે તો પેકેજ પર એક ગ્રામદીઠનો ભાવ કુલ એમઆરપી સાથે છાપવોજ પડશે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button