નેશનલ
મધ્ય ભારતમાં જાન્યુઆરીમાં કોલ્ડવેવ આવશે
નવી દિલ્હી : ઈન્ડિયા મીટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ જાન્યુઆરી માટે દેશના મધ્ય વિસ્તારોમાં ઠંડીના મોજાવાળા દિવસો અને આગામી ત્રણ દિવસમાં વાયવ્ય અને પૂર્વ ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. જાન્યુઆરીના મહિના માટે માસિક આગાહી કરવા પત્રકાર પરિષદ સંબોધતાં હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચના સમયગાળા માટે સામાન્ય વરસાદની આગાહી કરતાં રવિ મોસમમાં ઘઉંના બહેતર પાકની આશા જગાડી છે.
હવામાન ખાતાએ ત્રણ દિવસ માટે વાયવ્ય ભારત અને પૂર્વ ભારતમાં ગાઢથી અતિશય ગાઢ ધુમ્મસની આગાહી કરી હતી. આગાહી પ્રમાણે એનું વિસ્તરણ બંગલાદેશ સુધી થશે અને એ ઉત્તરોત્તર ઘટતું જશે. (એજન્સી)