નેશનલ

ઈસરોએ પ્રથમ ઍક્સ-રે પૉલેરીમીટર સેટેલાઈટ લૉન્ચ કર્યું

પીએસએલવી સી-58
ઍક્સ-રે પૉલેરીમીટર સેટેલાઈટ સહિત અન્ય 10 સેટેલાઈટ સાથે ઈસરોના પીએસએલવી સી-58ને સોમવારે શ્રી હરિકોટાસ્થિત અવકાશમથકેથી સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું. (એજન્સી)

શ્રી હરિકોટા: વર્ષ 2024માં પ્રથમ એક્સ-રે પોલેરીમીટર સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું હોવાની ઈસરોએ સોમવારે જાહેરાત કરી હતી. આ સેટેલાઈટ અવકાશમા બ્લૅક હૉલ અંગે વિગતવાર માહિતી મેળવશે.
બ્લૅક હૉલ અંગે પ્રયોગ હાથ ધરનાર ભારત વિશ્વનો બીજો દેશ બનશે.
એકસરે પોલેરીમીટર સેટાલાઈટ (એક્સપોસેટ) અવકાશમાંનાં એક્સરે સ્રોતોના ધ્રુવીકરણ અંગે તપાસ કરશે.
પીએસએલવી સી-58 રૉકેટે 60મા મિશન દરમિયાન એક્સપોસેટ પૅલોડને 650 કિ.મીને અંતરે નક્કી કરેલી પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ગોઠવ્યું હતું.
આ પછી વૈજ્ઞાનિકોએ પીઓઈએમ પરીક્ષણ કરવા ભ્રમણકક્ષા ઘટાડીને 350 કિ.મી કરી હતી.
મિશન કંટ્રોલ સેન્ટર ખાતે સંબોધન કરતાં ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા આપી હતી.
પહેલી જાન્યુઆરી 2024ના પીએસએલવીનું વધુ એક સફળ મિશન પૂરું કરાયું હતું. પીએસએલવી સી-58એ પ્રાઈમરી સેટેલાઈટ એક્સપોસેટને નિર્ધારિત ભ્રમણકક્ષામાં તરતું મૂક્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button