ગુજરાતમાં એક સાથે 108 સ્થળે 50 હજારથી વધુ લોકો દ્વારા સૂર્યનમસ્કાર
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતની સિદ્ધિ
વર્લ્ડ રેકોર્ડ
સોમવારે ગુજરાતમાં મોઢેરા સૂર્યમંદિર સહિત 108 સ્થળ પર લોકો દ્વારા એક સાથે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. (પીટીઆઈ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતે 2024નું એક અદ્ભુત સિદ્ધિ સાથે સ્વાગત કર્યું છે. રાજ્યમાં 108 સ્થળોએ એકસાથે સૂર્યનમસ્કાર કરનારા સૌથી વધુ લોકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જેમ આપણે બધા જાણીએ છીએ કે 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ છે. વિશ્વભરના પ્રતિષ્ઠિત સ્થળોમાં મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકોએ હાજરી આપી હતી. આ ખરેખર યોગ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને બધાને સૂર્યનમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. તેના ઘણાં ફાયદાઓ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી હતી.
રાજ્યના વિશ્વવિખ્યાત મોઢેરાનાં સૂર્યમંદિરમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો, મુખ્યપ્રધાન, ગૃહ રાજ્યપ્રધાન સહિત ટોચનાં નેતાઓએ હાજરી આપી હતી. સોમવારે રાજ્યના 51 સ્થળોએ સૂર્યનમસ્કાર યોજીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. સૂર્યનમસ્કાર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું.
નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતમાં સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. 15 લાખથી વધુ યુવાને સૂર્યનમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી છે. રાજ્ય કક્ષાના 108 આઇકોનિક સ્થળ પૈકી 51 સ્થળ પર સોમવારે સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. 51 સ્થળો પર યોજાયેલો આ સૂર્યનમસ્કાર કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો. જે અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહેસાણાના મોઢેરા સ્થિત સૂર્યમંદિર ખાતે આયોજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રહેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ સ્પર્ધકો સાથે સૂર્યનમસ્કાર કર્યા હતા. મોઢેરા સહિત આઇકોનિક સ્થળ શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે પણ સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્યનમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યા.
ગૃહ રાજ્યપ્રધાને હર્ષ સંઘવીએ સોશીયલ મીડિયા પર પોસ્ટ લખી છે, જેમાં લખ્યું છે કે વર્ષનો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યનું પ્રથમ કિરણ જે સૂર્યમંદિર ઉપર પડે છે એવા સૂર્યમંદિર ખાતે ગુજરાતના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યામાં સૂર્યનમસ્કાર કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવીશુ.