આમચી મુંબઈ

હિટ એન્ડ રન કેસના નવા કાયદામાં 10 વર્ષ સુધીની જેલ

મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ કર્યો વિરોધ: બળતણ પુરવઠાને ફટકો

નાશિક: મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ હિટ એન્ડ રન કેસના નવા કાયદાનો વિરોધ કરવા માટે નાશિક જિલ્લામાં પાનેવાડી ગામમાં 1000થી વધુ વાહનોને પાર્ક કરીને કામ બંધ કર્યું હતું. નવા કાયદામાં ડ્રાઈવરોને હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.
નંદગાંવ તાલુકાના પાનેવાડી ગામમાં ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઈલ અને એલીપીજી ફિલિંગ સ્ટેશનના ફ્યુઅલના ડેપો છે અને આ ડેપોમાંથી જ ફ્યુઅલ રાજ્યના વિવિધ ભાગોમાં લઇ જવામાં આવે છે.
ટેન્કરચાલકો દ્વારા ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈનો વિરોધ કરવામાં આવ્યો હતો. બેદરકારીપૂર્વક વાહન ચલાવીને ગંભીર અકસ્માત સર્જનાર અને પોલીસ અથવા કોઇ પણ અધિકારીને જાણ કર્યા વિના ભાગી જનારા ડ્રાઈવરોને 10 વર્ષની સજા અને રૂ. 7 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ટેન્કરચાલકો દ્વારા આંદોલન બંધ કરવામાં નહીં આવે તો નાશિક જિલ્લાનાં ઘણાં ફ્યુઅલ સ્ટેશનો સુકાઈ જશે. નાશિક જિલ્લા પેટ્રોલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ ભૂષણ ભોસલેએ જણાવ્યું હતું કે ટેન્કરચાલકોએ આંદોલન છેડ્યું છે અને એક પણ ટેન્કરને બળતણ વહન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ઓછામાં ઓછા 1200 ટેન્કરોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. પોલીસ અને વહીવટીતંત્ર દરમિયાનગીરી કરશે અને આંદોલનને રોકવા માટે પગલાં લેશે, એવું ભોસલેએ વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન છત્રપતિ સંભાજીનગરમાં પેટ્રોલ પંપ ડીલરોના સંગઠને જણાવ્યું હતું કે પરિસ્થિતિ જો થાળે નહીં પડે તો આવતી કાલે તમામ ફ્યુઅલ સ્ટેશનો સુકાઈ જશે. ટેન્કરચાલકોએ ફ્યુઅલ લેવાનું બંધ કરી દીધું છે. પાનેવાડે ખાતેથી 900થી 1200 ટેન્કરચાલકો ઓઈલ કંપનીઓમાંથી ફ્યુઅલ ભરતા હોય છે, પણ તેઓએ આંદોલન છેડતાં ફ્યુઅલને ફટકો પડી શકે એમ છે.
વિરોધ કરી રહેલા ડ્રાઈવરોના જણાવવા અનુસાર નવા કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની જેલની સજા અને રૂ. 7 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અમે તો ડ્રાઈવરો છીએ, અમે આટલી મોટી રકમ કેવી રીતે આપી શકીએ.
(પીટીઆઈ) ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…