આમચી મુંબઈ

પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાના લક્ષ્યાંક સામે 10 ટકા વસૂલ

ત્રણ મહિના બાકી ને માત્ર 638 કરોડ રૂપિયા વસૂલ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ આર્થિક વર્ષ 2023-24માં 6,000 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જોકે તેની સામે પાલિકાની તિજોરીમાં માત્ર 638 કરોડ રૂપિયા જ જમા થયા છે. આર્થિક વર્ષ પૂરું થવાને માત્ર ત્રણ મહિના બાકી છે ત્યારે લક્ષ્યાંક સામે લગભગ 10 ટકા ટેક્સ જ પાલિકા વસૂલ કરી શકી છે. તેથી આગામી ત્રણ મહિના બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે પાલિકાએ કમર કસી છે અને મુંબઈના પ્રોપર્ટી ટેક્સ ધારકોને નવા બિલ મોકલવાની શરૂઆત કરી દીધી છે.
પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્રોત ગણાય છે. જોકે કાયદાકીય જટીલતાને કારણે પાલિકાએ તાજેતરમાં જ કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સના બિલવ મોકલવાનું ચાલુ કર્યું છે. તેથી આગામી ત્રણ મહિનામાં 6,000 કરોડ રૂપિયાના લક્ષ્યાંકને પાર કરવા પાલિકા પ્રશાસને જબરી કવાયત હાથ ધરવી પડવાની છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાની આવકનો મુખ્ય આધાર પ્રોપર્ટી ટેક્સ ગણાય છે, પરંતુ છેલ્લાં બે વર્ષમાં પાલિકાની આ જ આવકને ફટકો પડ્યો છે. મુંબઈમાં 500 ચોરસ ફૂટ સુધીના રહેણાક મકાનનો પોપર્ટી ટેક્સ સરકારે માફ કરી દીધો છે, તેને કારણે લગભગ 426 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એ ઉપરાંત 2020-21ના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટેક્સમાં સુધારો અપેક્ષિત હતો, પરંતુ કોવિડ મહામારીને કારણે આ નિર્ણય મોકૂક રહ્યો હતો, જે છેક 2023 સુધી ચાલુ રહ્યો હતો, તેને કારણે પાલિકાની આવકમાં 1,080 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તેથી પાલિકાએ 2022-23માં પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક 7,000 કરોડ રૂપિયાથી 4,800 કરોડ રૂપિયાનો કરી નાંખ્યો હતો. જોકે તેની સામે પાલિકા લક્ષ્યાંક કરતા પણ વધુ એટલે કે 5,575 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં સફળ રહી હતી, જેમાં તે મોટા મોટા ડિફોલ્ટરો પાસેથી ટેક્સ વસૂલ કરવામાં સફળ રહી હતી.
આ દરમિયાન 2023-24માં પાલિકાએ પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલવામાં જ નવ મહિના ખેંચી નાંખ્યા હતા. છેક ડિસેમ્બર મહિનો આવ્યો ત્યારે પાલિકાએ બિલો મોકલવાનું ચાલુ કર્યું હતું. તાજેતરમાં પાલિકાએ પોતાની વેબસાઈટ પર 15થી 20 ટકા વધારા સાથએના બિલ મૂકતા કરદાતાઓની સાથે જ ભૂતપૂર્વ નગરસેવકોએ હોબાળો મચાવ્યો હતો. એ બાદ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી. કરદાતાઓને પહેલી એપ્રિલ, 2023 થી 30 સપ્ટેમ્બર, 2023 અને પહેલી ઓક્ટોબર, 2023થી માર્ચ 2024 સુધીના બે કામચલાઉ બિલો મોકલવામાં આવશે એવી સ્પષ્ટતા પણ કમિશનરે કરી હતી.
કામચલાઉ બિલ 2022-23માં ચૂકવવા પાત્ર રકમની બરાબર હશે. કરદાતાઓ પહેલું બિલ (પહેલી એપ્રિલથી 30 સપ્ટેમ્બર) 15 જાન્યુઆરી સુધીમાં ચૂકવવાનું રહેશે. બાકીના છ મહિનાનું બિલ 25 માર્ચ 2024 સુધી ચૂકવવાનું રહેશે.
ગયા વર્ષે પાલિકાએ પહેલી એપ્રિલથી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે 3,550 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. તેની સામે આ વર્ષે નવ મહિનામાં ફક્ત 638 કરોડ રૂપિયા વસૂલ કરી શકી છે, ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આગામી ત્રણ મહિનામાં તેઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં સફળ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…