મેરથોન: લાંબી દોડથી આયુષ્ય પણ લાંબુ થઈ શકે

જાન્યુઆરી, ફેબ્રુઆરી એટલે રન ફોર ફન ઉપરાંત સ્વાસ્થ્ય માટે આબાલ-વૃદ્ધ સૌ કોઈ ભાગ લઈ શકે તેવા સ્પોર્ટ્સના બે મહિના
સ્પોર્ટ્સ ફોર હેલ્થ – યશ ચોટાઈ
શિયાળો આવે એટલે મોટા ભાગના ગુજરાતી પરિવારોમાં અડદિયા પાક, મેથી પાક, વગેરે વસાણાં સહિતના આરોગ્યપ્રદ અને શક્તિવર્ધક પાક બનાવવાની અથવા દુકાનમાંથી લાવવાનો બંદોબસ્ત શરૂ કરી દેવામાં આવે છે. કહેવાય છેને કે ઠંડીના બે-ચાર મહિનામાં આવી સુપર-પૌષટિક ચીજો ખાઈએ તો આખું વર્ષ સ્ફૂર્તિમય રહી શકે છે. આ સમયગાળામાં જીમનેશ્યમ અને પરંપરાગત અખાડા તેમ જ સ્પોર્ટ્સ એકેડેમીઓ પણ ફુલ-પેક્ડ રહે છે. જોકે થોડા વર્ષોથી ઘણા લોકો માટે મેરથોન મહિનાઓ સુધી મન અને તનને ચુસ્તી-સ્ફૂરતીવાળું રાખવા માટેનું માધ્યમ બની ગઇ છે.
ઈનામ ન મળે તો કઈ નહી, ભાગ લેનારને મેડલ અને સર્ટિફિકેટ પણ ઉતસાહિત અને રોમાંચિત કરી શકે છે. એટલું જ નહી, નસ્ત્રરન ફોર ફનસ્ત્રસ્ત્ર તેમનો એકમાત્ર મંત્ર હોય છે. હવે તો મુંબઈના વિવિધ ઉપનગરોમાં હાલમાં જોવા મળી રહ્યું છે. દર વર્ષે મુંબઈ મેરથોન અને વસઇ-વિરાર મેરથોન હજારો રનર્સને આકર્ષે જ છે, કાંદિવલી સહિતના પરાંમાં પણ આ લાંબી દોડનું લોકોને ઘેલું લાગ્યું છે. તેઓ પોતાના વિસ્તારોમાં યોજાનારી મેરથોનમાં ભાગ લઈને નસ્ત્રસ્પોર્ટ્સ ફોર હેલ્થસ્ત્રસ્ત્ર માટેના પ્રવાહમાં જોડાઈ શકે છે. માત્ર દોડવાની જ નહીં, ચાલવાની હરીફાઈ પણ યોજાતી હોય છે અને એ છે વોકેથોન. આગામી અઠવાડિયાઓમાં જે નાની-મોટી મેરથોન યોજાવાની છે એમાં જુહુ ફિટનેસ મેરથોન (7 જાન્યુઆરી) ઈનોરબીટ વાશી રન (7 જાન્યુઆરી) સોલ્જરેથોન (26 જાન્યુઆરી) મુંબઈ હાફ મેરથોન (4 ફેબ્રુઆરી) ડ્રીમ મરોલ મેરથોન (11 ફેબ્રુઆરી) છત્રપતિ શિવાજી મહારાજ મેરથોન (11 ફેબ્રુઆરી) રન ફોર ફ્લેમિગોસ (11 ફેબ્રુઆરી) યુવાથોન (11 ફેબ્રુઆરી) વગેરેનો સમાવેશ કરી શકાય.