તરોતાઝા

તંદુરસ્તીને જાળવી રાખવા આહારમાં સમાવેશ કરવા જેવા છે ‘કેળાના ફૂલ’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

કેળા સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે ખિસ્સાને પરવડે તેવા હોય છે. ગરીબ હોય કે તવંગર પ્રત્યેક વ્યક્તિને માટે કેળું મનગમતું ફળ છે. ઝટપટ શક્તિ મેળવવાનો ઉત્તમ પર્યાય ગણાય છે. કેળાના પાનનો ઉપયોગ દક્ષિણ ભારતમાં વિવિધ રીતે કરવામાં આવતો જ હોય છે. જેમ કે કેળના પાનમાં બનાવેલી ઈડલી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તો કેળના પાનમાં ભોજન કરવાની મજા કોઈ અલગ જ જોવા મળે છે. કેળા પાનની સાથે કેળાના ફૂલનો ઉપયોગ થતો જોવા મળે છે. કેળાના ફૂલને ‘સુપર ફૂડ’ તરીકે ઓળખવામાં આવે છે. કેળાના ફૂલને ‘બનાના બ્લોસમ’ તથા ‘બનાના હાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. દેખાવમાં જેટલા આકર્ષક હોય છે તેટલા જ સ્વાદમાં સ્વાદિષ્ટ તથા તંદુરસ્તીને ટકાટક રાખવા ઉપયોગી ગણાય છે.

કેળાના ફૂલને પોષક ગુણોનો ભંડાર ગણવામાં આવે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન-ઈ, વિટામિન -સી, વિટામિન-ઈ, ફોસ્ફરસ, પોટેશ્યિમ, મૈગ્નેશ્યિમ, ઍન્ટિઑક્સિડન્ટ, આયર્નનું પ્રમાણ ભરપૂર માત્રામાં સમાયેલું જોવા મળે છે. કેળાના ફૂલનું સેવન પ્રસૂતિ બાદ કરવાથી સ્તનમાં દૂધનું પ્રમાણ વધી જતું હોય છે. ડાયાબિટીસના દર્દીને માટે વરદાન સમાન ગણાય છે. રક્ત પ્રવાહ રોકવામાં મદદરૂપ બને છે.

કેળાના ફૂલના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણકારી મેળવી લઈએ

કેળાના ફૂલમાં લોહીમાં શર્કરાની માત્રા ઘટાડવાના ગુણો સમાયેલાં જોવા મળે છે. એનસીબીઆઈ દ્વારા કરવામાં આવેલાં સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે કેળના ફૂલની ગણના લૉ ગ્લાઈસેમિક ઈન્ડેક્ષમાં કરવામાં આવે છે.
જેને કારણે શરીરમાં ગ્લુકોઝની માત્રા સંપૂર્ણ શરીરમાં ધીમી ગતિએ થતી જોવા મળે છે. વળી કેળાના ફૂલમાં ફાઈબર તથા ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જેને કારણે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી

કેળાના ફૂલમાં ફેનિલફેનેલોનોન નામક ફેનોલિક સત્ત્વ જોવા મળે છે. જે કાર્ડિયો પ્રોટોક્ટિવ ગણાય છે. કેળાના ફૂલનું સેવન કરવાથી હૃદયમાં દુખાવાની તકલીફથી બચી શકાય છે. હૃદય સબંધિત અન્ય તકલીફથી બચી શકાય છે. કેળાના ફૂલ તકલીફથી બચાવમાં ઉપયોગી બને છે. નિષ્ણાત ડૉક્ટરની સલાહ હૃદય સબંધિત કોઈપણ સમસ્યામાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેથી નિષ્ણાતની સલાહ જ ઝડપી સાજા થવા માટે અગત્યની બની રહે છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ

વધતા વજનની સમસ્યાથી બચવું હોય તેમને માટે કેળાના ફૂલનો આહારમાં સમાવેશ અત્યંત ઉપયોગી બની રહે છે. તેનું મુખ્ય કારણ કેળાના ફૂલમાં સમાયેલું ફાઈબરનું પ્રમાણ છે. જેને કારણે વારંવાર ભૂખ લાગતી ઘટી જાય છે. ધીમે ધીમે શરીરમાંથી ચરબીની માત્રા ઘટવા લાગે છે.

સ્તનપાન કરાવતી માતા માટે લાભકારક

સતત તણાવ તથા ફાસ્ટ ફૂડની બોલબાલાને કારણે અનેક વખત પ્રસૂતિ બાદ સ્તનમાં દૂધ ઓછું આવવાની સમસ્યા ઊભી થતી હોય છે. જેને કારણે નવજાત શિશુની ભૂખ સંપૂર્ણપણે સંતોષાતી નથી. પરિણામે તે સતત રડતું રહે છે. સ્તનપાન કરાવતી માતા માટે ગૈલેક્ટાગોગ નામક ખાદ્યપદાર્થ ઉપયોગી ગણાય છે. જે કેળાના ફૂલમાંથી મળી રહે છે. જેને કારણે લેક્ટેશનમાં વધારો જોવા મળે છે. વળી કેળાના ફૂલમાં રહેલું પ્રોટીન દૂધમાં વધારો કરવામાં ઉપયોગી બને છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કેળાના ફૂલનું સેવન કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનું મુખ્ય કારણે છે, કેળાના ફૂલના માવામાં ઈથનૉલનીમાત્રા સમાયેલી હોય છે. જેને કારણે હાનિકારક બૅક્ટેરિયાનો નાશ થવા લાગે છે. શરીરમાં થયેલાં ઘાને કારણે થતાં ઈન્ફેક્શનને રોકવામાં ઉપયોગી બને છે. તેનું મુખ્ય કારણ કેળાના ફૂલના માવામાં બેસિલસ સબટિલિસ, બેસિબલ સેરેસ તથા ઍસ્ચેરિચિયા કોલી જેવા બૅક્ટેરિયાને વધતાં રોકવામાં મદદ કરે છે.

કૅન્સર જેવા રોગથી બચાવમાં ગુણકારી

કેળાના ફૂલનું સેવન કરવાથી સર્વાઈકલ કૅન્સર જેવા રોગથી બચાવે છે. તેનું મુખ્ય કારણ તેમાં ફાઈટોકેમિકલ્સ જેવાં કે વિટામિન, ફ્લેવેનોઈડસ્સ, પ્રોટીનની સાથે ઍન્ટિઓક્સિડન્ટના ગુણો ધરાવે છે.
કેળાના ફૂલના ગુણો વિશે કરવામાં આવેલાં સંશોધન દ્વારા નિષ્ણાતને જાણવા મળ્યું કે ફૂલમાં ઍન્ટિપ્રોલિફેરેટિવનો પ્રભાવ જોવા મળ્યો હતો. જે કૅન્સરની કોશિકાને વધતાં અટકાવવામાં મદદ કરે છે. કેળાના ફૂલનું સેવન કરવાથી કૅન્સર જેવા ગંભીર રોગથી બચવામાં મદદ મળે છે. રોગથી બચાવમાં નિષ્ણાત ડૉક્ટર દ્વારા કરવામાં આવતો ઈલાજ શ્રેષ્ઠ કારગર સાબિત થાય છે.

માસિક ધર્મ કે પિરિયડસ્ની તકલીફમાં ગુણકારી

માસિક ધર્મ વખતે ક્યારેક પેટમાં અસહ્ય દુખાવાની તકલીફ જોવા મળે છે. તો ક્યારેક અતિ રક્તસ્ત્રાવની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં કેળાના ફૂલનું સેવન કરવાથી ઉપરોક્ત બંને સમસ્યાથી રાહત મેળવી શકાય છે. તેનું મુખ્ય કારણ છે કેળાના ફૂલમાં પ્રોજેસ્ટેરોન હાર્મોનને નિયમિત કરી માસિકસ્ત્રાવ વખતે જોવા મળતાં દુખાવામાં રાહત અપાવે છે. વળી કેળાના ફૂલમાં મૈગ્નેશ્યિમની માત્રા સમાયેલી જોવા મળે છે. માસિક સ્ત્રાવ વખતે સ્ત્રીઓમાં આવતાં બદલાવ જેવા કે સ્વભાવમાં ચિડચિડાપણું આવવું કે સતત માનસિક ચિંતા થવી કે બેચેનીની સમસ્યા વધી જતી જોવા મળે છે. જેમાંથી કેળાના ફૂલનું સેવન ફાયદાકરક બને છે.

યુવાની ટકાવી રાખવામાં મદદરૂપ :

આજકાલ નાની વયમાં વ્યક્તિ સતત ચિંતાતુર રહેવાને કારણે યુવાનીનો ચમકારો ગુમાવી દેવા લાગે છે. આવા સંજોગોમાં વિવિધ ઉપચારની સાથે કેળાના ફૂલનું સેવન કરવાથી ત્વચા તથા ચહેરાની રોનક જાળવવામાં મદદ મળે છે.

કિડનીની તંદુરસ્તી માટે ગુણકારી :

કિડનીની તંદુરસ્તી સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક આવશ્યક ગણાય છે. કેળાના ફૂલનું સેવન કરવાથી કિડની સંબંધિત વિવિધ રોગથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ કેળાના ફૂલમાં નેફ્રોપોટ્રૈક્ટિવ ગતિવિધી થતી જોવા મળે છે. વળી ફાઈબરની માત્રા પણ સારા પ્રમાણમાં સમાયેલી હોવાથી કિડની સ્ટૉનની સમસ્યાથી બચાવમાં મદદ કરે છે.

હાડકાંની મજબૂતાઈ જાળવવામાં ગુણકારી

કેળાના ફૂલમાં ભરપૂર માત્રામાં પોટેશ્યિમ, કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈની સાથે હાડકાં માટે આવશ્યક ગણાય છે. જેને કારણે હાડકાં બરડ થતાં બચે છે.
ત્વચાને મુલાયમ બનાવવા માટે ઉપયોગી ક્રિમમાં કેળાના ફૂલના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. ચહેરા ઉપર દેખાતાં કાળા ડાઘને દૂર કરવા માટે બનતાં વિવિધ લૉશનમાં તેનો ઉપયોગ મોટી કંપનીઓ ખાસ કરે છે. ફેશિયલ ઑઈલ, હેર સિરમ તથા સ્ક્રબ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેળાના ફૂલનો ઉપયોગ વિવિધ મીઠાઈઓમાં, કરી કે ગ્રેવીમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરતી વખતે જ તેને ખોલવું જોઈએ. જેથી તે કાળું ના પડી જાય. કેળાના ફૂલની ચા બનાવવામાં આવે છે. સલાડ, સૂપ કે તેની ચિપ્સ બનાવી શકાય છે.
શરીરને તંદુરસ્ત રાખવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. તેથી વિવિધ કાઢા પીવામાં આવે છે. શિયાળામાં તો ખાસ તેનો ઉપયોગ થતો જોવા મળે છે.

કેળાના ફૂલ તથા ચણાનું શાક

સામગ્રી : ૧ નંગ કેળાનું ફૂલ,૧ વાટકી પલાળેલાં કાળા ચણા, ચપટી હિંગ, ૨ નંગ કાંદા બારિક સમારેલાં, ૧ મોટી ચમચી તેલ, ૧ ચમચી ધાણાજીરુ પાઉડર, ૧ નંગ તમાલપત્ર, ૩ નંગ લવિંગ, ૧ નાની ચમચી મરીનો પાઉડર,આદું-મરચાંની પેસ્ટ ભેળવવી. સ્વાદાનુસાર મીઠું ગરમ મસાલો. સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત : મીઠાવાળો હાથ કરીને કેળાના ફૂલનો સફેદ ભાગ કાઢી લેવો. એક બાઉલમાં મીઠું તથા લીંબુ નાંખીને પાણી તૈયાર કરવું. તેમાં સાફ કરેલાં કેળાના ફૂૂલને નાખવા. એક પ્લેટમાં રાખીને તેના ટૂકડાં કરી લેવાં. કેળાના માવાને પણ ઝીણું સમારી લેવું. કૂકરમાં ચણા તથા કેળાના ટૂકડાં બાફી લેવાં. . બફાઈ જાય ત્યારબાદ એક થાળીમાં છુટ્ટી કરીને ઠંડી કરવી. એક કડાઈમાં આખા મસાલા શેકી લેવા. ત્યારબાદ તેમાં તેલ નાંખીને કાંદા સાંતળી લેવા. આદું-લસણની પેસ્ટ સાંતળી લેવી. ઉપર જણાવેલ બધા જ મસાલા ભેળવીને સાંતળવું. સ્વાદાનુસાર મીઠું-ગરમ મસાલો ભેળવવો. તેલ છુટું પડે ત્યારબાદ તેમાં ચણા તથા બાફેલાં કેળાનું મિશ્રણ ભેળવવું. કોથમીરથી સજાવીને ગરમાગરમ રોટલી, પરાઠા કે પૂરી સાથે પીરસવું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ