તરોતાઝા

નવા વર્ષની શરૂઆતથી ઠંડીનો પવન વધુ ફુંકાવાથી તાવ-શરદી- ઉધરસ-કફના દર્દી વધશે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહ ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ :
સૂર્ય – ધન રાશિ
મંગળ -ધન રાશિ
બુધ – વૃશ્ર્ચિક રાશિ
ગુરુ – મેષ રાશિ
શુક્ર – વૃશ્ર્ચિક રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ – મીન રાશિ વક્રીભ્રમણ
કેત – ક્ધયા રાશિ વક્રીભ્રમણ
રાશિમાં રહેશે.

નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ….

નવા વર્ષના શરૂઆતથી કોરોનાથી ડરવાની જરૂરત નથી, પરંતુ સાવચેતી સાથે બે વ્યક્તિ વચ્ચે જોઈતું અંતર જરુર જાળવવું. ઠંડીનો પવન વધુ ફુકાવાથી તાવ-શરદી- ઉધરસ-કફના દર્દી વધશે. આ માહોલમાં તાત્કાલિક તબીબની સ્લાહ મુજબ દવા લેવી. શિશુઓ તથા સિનિયર સિટિઝન વર્ગે સંભાળવું.

(૧) મેષ રાશિ (અ,લ,ઇ): આ સપ્તાહની શરૂઆતથી માથામાં દુખાવો રહ્યા કરે.વધુ પડતી ઊંઘ આવવાને કારણે ભુખ વધારે લાગશે.વજન વધી ન જાય તેની કાળજી રાખશો.નિત્ય ઉપાસનાની સાથો ગાયત્રી મંત્રને મહાદેવજીને જળાભિષેક કરશો.

(૨) વૃષભ રાશિ (બ,વ,ઉ): ગળામાં બળતરા વધે. મોડી રાત્રિએ ચા-પાણી,નાસ્તો કરવાથી તબિયત બગાડે. નવગ્રહના જાપ કરવાથી બગડેલા આરોગ્યમાં રાહત જણાશે.

(૩) મિથુન રાશિ (ક,છ,ઘ) : તાવ, શરદી તથા માથું વારંવાર દુ:ખે. સપ્તાહના અંતે અશકિત લાગવાની શક્યતા. બુધ-ગુરુ ગ્રહના જાપ કરશો. માનસિક શાંતિ જણાશે.

(૪) કર્ક (હ,ડ): શરદી ઘર કરી જાય તેવી શક્યતા. માનસિક ભય-ચિંતા રહ્યા કરે.દેવાધિદેવ મહાદેવજીને જળાભિષેક કરશો.રાત્રિએ ચંદ્રના દર્શન કરીને સૂવાથી આરોગ્ય માટે સાનુકૂળ રહેશે.

(૫) સિંહ (મ,ટ): ગૅસ-કબજિયાતની શિકાયત રહે. ઠંડી વધુ પડવાને કારણે તાવ ચડી શકે. નવસેકા પાણીના કોગળા કરવા.ખાન-પાન સુધારવા.

(૬)ક્ધયા (પ,ઠ,ણ): શરીરમાં સ્થુળતા વધે. માનસિક અશાંતિ-અજંપો સતત લાગે. કમરમાં દુખાવો હોય તો રાહત થાય. નિયમિત તુલસી ક્યારે જળ ચડાવી દિપ પ્રગટાવી દર્શન કરવા.

(૭)તુલા (ર,ત): આ સપ્તાહ એકંદરે સાનુકુળ રહેશે. મધરાત્રિએ પગના તળિયામાં બળતરા સાધારણ જણાય. પશુ -પંખીને ચણ નાખશો. દરરોજ માતાજીના મંદિરે દર્શન કરવા જશો.

(૮)વૃશ્ર્ચિક (ન,ય): હરસ -મસાની સાધારણ તકલીફ લાગે. છુપા શત્રુઓનો ભય સતાવે. કુળદેવીની ઉપાસના- આરાધના કરવી.

(૯) ધન (ભ,ધ,ફ,ઢ): આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ રહેશે. ડાયાબિટીસ હોય તો યોગ્ય કાળજી કરશો.સમય મુજબ ગુરુમંત્ર જાપ કરશો તેમ જ ગુરુદેવ પર પૂર્ણવિશ્ર્વાસ રાખશો.

(૧૦) મકર (ખ,જ): પગમા વાઢિયા વક્રરી શકે. જુની બીમારી ઓચિંતા ઉથલો મારે. નિત્ય પૂજામાં હનુમાનજીનો દિપ કરીને ચાલીસાનો પાઠ કરશો. ગરીબોને યથાશકિત મદદ કરશો.

(૧૧) કુંભ રાશિ (ગ,શ,સ): કબજિયાતની તકલીફ વધે. અકારણ ભય- ચિંતા રહે. શનિ દેવના મંત્ર જાપ કરશો. જરૂરિયાતમંદને યથાશકિત મદદ કરશો.

(૧૨) મીન (દ,ચ,ઝ,થ): કોરોનાનો ભય પજવે. દંમપીડિત દર્દીએ વિશેષ સાવધાની રાખવી.અજીર્ણની ફરિયાદ રહે.સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો.ગુરુ ગ્રહના જાપ અવશ્ય કરશો.

હાલમાં કડકડતી ઠંડી પડતી હોવાથી જરૂરિયાત વ્યક્તિને જૂના કપડાં સ્વેટર, મફલર, ધાબલા આપવાથી છૂપા આશીર્વાદ મળશે. તલનું સેવન તથા દાન કરવું લાભદાયક બની રહેશે.નિત્ય મહાદેવજીના દર્શન સાથે શિવલિંગ પર જળાભિષેક કરશો તથા “ઓમનમ: શિવાયના મંત્ર જાપ કરશો તેનાથી શારીરિક કષ્ટ દૂર થશે. લાંબા ગાળાથી પીડિત દર્દીઓ માટે તેમ જ અસાધ્ય બીમારીઓથી પીડીત દર્દીઓએ ખાનપાનની પરેજી પાળવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button