આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), મંગળવાર, તા. ૨-૧-૨૦૨૪, ભદ્રા, બુધ માર્ગી
ભારતીય દિનાંક ૧૨, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૧૧-૪૧ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૮-૨૮ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૫, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : બપોરે. ક. ૧૫-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૦૯ (તા. ૩)
ઓટ: સવારે ક. ૧૦-૦૯, રાત્રે ક. ૨૧-૨૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – ષષ્ઠી. બુધ માર્ગી, ભદ્રા સાંજે ક. ૧૭-૧૧ થી મધ્યરાત્રિ પછી ક. ૩૦-૩૨.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, હનુમાનજીનું પૂજન, હનુમાનચાલીસા વાંચન, સુંદરકાંડ વાંચન, ઈષ્ટદેવની ઉપાસના વિશેષરૂપે, ભગદેવતાનું પૂજન, નિર્ણયોનો અમલ કરવો, આયોજનો અમલમાં મૂકવા, પરગમ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, નૌકા બાંધવી, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં સ્થાવર મિલકત, ઘર, ખેતર જમીન, મિલકત લેવડદેવડ, ખાખરાનું વૃક્ષ વાવવું. એરંડિયુ, શણ વગેરેમાં તેજી આવે, કેટલાક પ્રદેશોમાં પ્રજામાં ભય નિર્માણ કરાવનારી ઘટના ઘટે.
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સતત પ્રવૃત્તિમય, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર સ્વભાવ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ અવ્યવહારું, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કજિયાખોર.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. ૩)
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, વક્રી/માર્ગી બુધ-વૃશ્ર્ચિક, માર્ગી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.