સ્પોર્ટસ

બોલો, પાકિસ્તાનની ટીમના હેડ-કોચથી સિડનીની ફ્લાઈટ મિસ થઈ અને…

સિડનીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝની નિયુક્તિ ટીમના હેડ-કોચ અને ટીમ-ડિરેક્ટર તરીકે કરવામાં આવી હતી અને સ્વાભાવિક રીતે તેણે આવતી કાલે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી છેલ્લી ટેસ્ટ પહેલાં જ ટીમ પાસે પહોંચી જવાનું હતું, પરંતુ નહોતો પહોંચી શક્યો.

પાકિસ્તાનની ટીમ મેલબર્નમાં બીજી ટેસ્ટ રમ્યું હતું અને એમાં પણ હારી ગયું હતું. વાત એવી છે કે હાફિઝ તેની પત્ની સાથે એરપોર્ટ પહોંવાનો હતો, પણ એરપોર્ટ મોડો પહોંચ્યો હતો. દંપતી મોડું પહોંચ્યું એટલે એરપોર્ટના સત્તાવાળાઓએ તેમને ફ્લાઇટમાં બેસવાની મનાઈ કરી હતી. એક અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે હાફિઝ અને તેની પત્નીએ થોડા કલાકો પછી બીજી ફ્લાઇટ પકડીને સિડની પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં સૈમ અયુબ ડેબ્યૂ કરશે અને તે ઈમામ-ઉલ-હકના સ્થાને રમી શકશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

હજુ પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં ફૂલ ટાઈમ એપોઈન્ટમેન્ટ થઈ નથી, જેમાં ઓસ્ટ્રેલિયાની ટૂરમાં તેનો ચાન્સ મળવાની શક્યતા હતા. પહેલી બે ટેસ્ટ મેચ જીત્યા પછી પાકિસ્તાન સિરીઝ તો ઓલરેડી હારી ગયું છે. છેલ્લા 28 વર્ષથી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ જીતવાની અપીક્ષા રાખવામાં આવી હતી, જેમાં અગાઉ 1995માં ટેસ્ટ મેચ જીત્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button