તમે પણ સૂપ પીતી વખતે આ ભૂલો તો નથી કરતાં ને? આજે જ બંધ કરજો, નહીંતર…
અત્યારે સરસમજાની પ્લેઝન્ટ કહી શકાય એવી ઠંડી પડી રહી છે અને આ ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે અને. સૂપમાં ભરપૂર પોષક ઘટક તત્વો હોય જ છે જે શરીર માટે તો ફાયદાકારક સાબિત થાય જ છે. આપણામાંથી ઘણા લોકો વજન ઓછું કરવા માટે સૂપ પીતા હોય છે, પરંતુ ઘણી વખત સૂપ પીધા પછી પણ ખાસ કંઈ ફેર નથી પડતો. હવે તમને થશે કે આવું થવાનું કારણ શું? તો આ સવાલનો જવાબ છે કે સૂપ પીતી વખતે તમે કરેલી ભૂલ… તમારી એક નાનકડી ભૂલને કારણે પણ તમારા શરીર પર સૂપની અસર નથી જોવા મળતી. આજે અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છે કે સૂપ પીતી વખતે આખરે તમારે કંઈ મહત્ત્વની વાતો ધ્યાનમાં લેવી જોઈએ, જેથી તમને સૂપ પીવાનો વધુમાં વધુ ફાયદો મળી શકે…
સૂપ તૈયાર કરતી વખતે તમે કયા પ્રકારના શાક-ભાજી અને દાળનો ઉપયોગ કરવો છે એનું ખાસ ધ્યાન રાખો આ સિવાય સૂપમાં કેટલા પ્રકારના પ્રોટિન, ફાઈબર, કાર્બ્સ અને ફેટ છે એની તરફ પણ ધ્યાન આપવું જોઈએ.
બીજો મહત્ત્વનો મુદ્દો એટલે કે જો તમે વજન ઘટાડવા માટે પેકેટવાળા સૂપની મદદ લઈ રહ્યા છો તો તમને એનો કોઈ જ ફાયદો થવાનો નથી, કારણ કે પેકેટવાળા સૂપમાં પુષ્કળ પ્રમાણમાં રસાયણો, સોડિયમ અને પ્રિઝર્વેટિવ્ઝનો ઉપયોગ કરવામાં આવે છે જેને કારણે શરીરને ફાયદો તો નથી થતો પણ નુકસાન પહોંચે છે.
ત્રીજી મહત્ત્વની વાત એટલે સૂપમાં ઉપયોગમાં લેવામાં આવતા મસાલા પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે બધા સૂપનો સ્વાદ વધારવા માટે અનેક પ્રકારના મસાલાનો ઉપયોગ કરવાનું જોખમી સાબિત થઈ શકે છે. સૂપમાં વધારે પડતા મસાલાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, આને કારણે તમને છાતીમાં બળતરા જેવી સમસ્યા પણ સતાવી શકે છે.
આ સિવાય આપણામાંથી ઘણા લોકોને વજન ઓછું કરવા માટે હંમેશાની જેમ જમવાને બદલે માત્ર સૂપનું સેવન કરે છે. પરંતુ જો તમે પૂરતો આહાર નહીં લો તો તમારા શરીરને આવશ્યક પોષક તત્ત્વો અને ઊર્જા નહીં મળે અને તમને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે કે સૂપના તમામ ઘટકો સારી રીતે રંધાઈ જવા જોઈએ એનું ખાસ ધ્યાન રાખો, કારણ કે ઘણી વખત આપણે સૂપ જલદી બને એ માટે ઉતાવળ કરે છે અને એને કારણે સૂપના ઘટકો વધારે રંધાતા નથી અને સૂપનો પૂરેપૂરો ફાયદો નથી મળતો.