એમને ગળે મળવું, બેડ પર ચોકલેટ ખવડાવવી…Parineeti Chopraની એ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ…
પરિણીતી ચોપ્રા અને રાઘવ ચઢ્ઢા એક એવું સેલિબ્રિટી કપલ છે કે જેના વિશે સતત કંઈકને કંઈક જાણવા માટે લોકો ઉત્સુક હોય છે અને એમાં પણ લગ્ન બાદ તો આ કપલ અવારનવાર કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે જ છે. પરિણીતી ભલે હમણાં ફિલ્મોથી દૂર છે અને પોતાની મેરિડ લાઈફને એન્જોય કરી રહી છે, તો રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના સાંસદ છે. હવે ફરી એક વખત કપલ ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે પરિણીતીએ પોસ્ટ કરેલા ફોટા…
ગઈકાલે આખી દુનિયામાં લોકો ધામધૂમથી નવા વર્ષની ઊજવણી કરી હતી અને એમાંથી આપણી પરી કઈ રીતે બાકી રહી શકે? પરિણીતીએ પણ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પોતાના પરિવાર અને મિત્રો સાથે કરી હતી. પરિણીતીએ આ સેલિબ્રેશનના કેટલાક ફોટો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યા છે અને આ ફોટા આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો જોઈને ફેન્સ પરિણીતી અને રાઘવ પર અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે.
પરિણીતીએ ઈન્સ્ટા પર એક પછી એક અનેક ફોટો શેર કર્યા છે અને આ ફોટોમાં તે રાઘવની સાથે જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પરિણીતી રાઘવ સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ ફોટો શેર કરીને પરિણીતીએ કેપ્શનમાં લખ્યું છે કે ક્રિસમસ અને ન્યુયર ચૂપચાપ પોતાના ખાસ લોકો સાથે સેલિબ્રેટ કર્યું. એમને ગળે મળવું, બેડ પર ચોકલેટ ખવડાવવું, આ બધું એકદમ કોઝી અને વાર્મ હતું.
પરિણીતીની આ પોસ્ટ પર ફેન્સની ભરભરીને કમેન્ટ્સ અને લાઈક્સ આવી રહ્યા છે. એક યુઝરે પરિણીતીના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે હેપ્પી ન્યુ યર પરી.. જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે તમે બંને સાથે ખૂબ જ સારા લાગી રહ્યા છો.
પરિણીતી-રાઘવ સિવાય વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પણ ન્યુ યરની ઊજવણી કરવા માટે આઉટ ઓફ ટાઉન જતાં રહ્યા હતા. જોકે, તેમણે હજી સુધી પોતાના વેકેશનના ડેસ્ટિનેશન વિશે કોઈ ફોડ પાડ્યો નથી.