મનોરંજન

John Abrahamએ મુંબઇના પૉશ વિસ્તારમાં ખરીદ્યો બંગલો, કિંમત જાણીને રહી જશો દંગ

બોલિવૂડના ફેમસ એક્શન હીરો જોન અબ્રાહમને આજે કોઇ ઓળખની જરૂર નથી. રૂપેરી પડદે કોમેડી, એક્શન અને રોમેન્ટિક ભૂમિકા ભજવીને તેમણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જ્હોને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે જ્હોન વિશે મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે.

જ્હોને મુંબઇમાં નવો બંગલો ખરીદ્યો છે. આ વાત જાણવા મળ્યા બાદ તેમના ફેન્સ ઘણા જ ખુશ છે. જ્હોન અબ્રાહમે મુંબઇના ખાર વિસ્તારના લિંકિંગ રોડ પર પોતાનું નવું ઘર ખરીદ્યું છે. જ્હોન અબ્રાહમના આ બંગલાનું નામ નિર્મલ ભવન છે, જે 7,722 સ્કવેર ફીટમાં ફેલાયેલો છે, જેમાં લગભગ 5,416 સ્ક. ફીટ પરિસરમાં નિર્માણ કાર્ય થશે. આ બંગલાની કિંમત 70.83 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ખારની રહેણાંક રિયલ એસ્ટેટમાં પ્રતિ ચો.ફૂટની કિંમત રૂ. 40,000 થી 90,000 ની વચ્ચે છે.

જ્હોનના બંગલાની આ ડીલ 27 ડિસેમ્બર, 2023ના રોજ થઇ હતી. આ બંગલા માટે અંદાજે 4.24 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી છે. અભિનેતાનો આ બંગલો દરિયા કિનારે છે, જેનો નજારો ખૂબ જ સુંદર છે. આ નવો બંગલો ખારના પોશ લિંકિંગ રોડ પર આવેલો છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રિતી ઝિંટાએ પણ થોડા મહિના પહેલા પાલી હિલ વિસ્તારમાં 17.01 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો. આ ઉપરાંત ઇન્ય ઘણી સેલિબ્રિટીઓએ 2023માં ફ્લેટ અને બંગલા ખરીદ્યા છે. અમિતાભ બચ્ચન પાસે મુંબઇમાં ઘમા બંગલા છે. તાજેતરમાં જ તેમણે તેમનો પ્રતિક્ષા બંગલો દીકરી શ્વેતા બચ્ચનને ગિફ્ટ કર્યો છે. આ સમાચારની ખૂબ ચર્ચા થઇ હતી.

મુંબઇમાં સામાન્ય રીતે જગ્યાની મર્યાદાઓને કારણે બોલિવૂડ સ્ટાર્સનો હાઇ -એન્ડ અપાર્ટમેન્ટ્સમાં વર્ટિકલ લિવિંગ તરફ ઝુકાવ છે, ત્યારે જ્હોન અબ્રાહમે હોરિઝોન્ટલ પ્રોપર્ટી ખરીદી છે, જે લોકોમાં ચર્ચાનો વિષય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button