મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્ર હવે વિદેશી રોકાણ માટે…..
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય વિદેશોના રોકાણ માટે પસંદગીનું સ્થળ બની ગયું છે કારણકે આ રાજ્ય બિઝનેસને અનુકૂળ વાતાવરણને ધરાવે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિંદે અહીં એક રક્તદાન શિબિરમાં ભાગ લેવા ગયા ત્યાં તેમને મહારાષ્ટ્રમાં બિઝનેસના વિકાસ વિશે અને વિદેશી કંપનીઓના વધેલા રોકાણ મુદ્દે ચર્ચા કરી હતી તેમજ તેમને રક્તદાન શિબરમાં ભાગ લઈને નવા વર્ષની શરૂઆત કરી હતી. શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન અને મુંબઈમાં ચાલી રહેલા સઘન સફાઈ અભિયાનની સકારાત્મક અસર વિશે પણ વાત કરી હતી.
મુખ્ય પ્રધાને એ ભારપૂર્વક જણાવ્યું હતું કે દાવોસ બેઠક 2023માં કરાયેલા 85 ટકા સમજૂતી કરારો સફળતાપૂર્વક અમલમાં મુકાયા છે. તેમજ એ તમામ ક્રારોનો લાભ સીધો જનતાને થયો છે. અને એટલે જનતાને અત્યારની સરકારમાં વધારે વિશ્વાસ છે.
શિંદેએ કહ્યું કે તેમની સરકારે સત્તા સંભાળી ત્યારથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 20,000 થી વધુ લોકોને 165 કરોડ રૂપિયાથી વધુની સહાય પૂરી પાડવામાં આવી છે, જ્યારે પહેલા માત્ર 2 થી 3 કરોડ રૂપિયા આપવામાં આવતા હતા.
મુખ્ય પ્રધાન શિંદેએ પણ સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ મુંબઈ પ્રત્યે તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે મુંબઈ એ આપણા દેશની આર્થિક રાજધાની ગણવામાં આવે છે અને એનો વિકાસ પણ એજ જડપથી થાય છે. એટલેજ વિદેશી કંપનીઓને મહારાષ્ટ્રમાં રોકાણ કરવું વધારે યોગ્ય લાગે છે.