આપણું ગુજરાત

Surat: તંત્રના નિયમોના વિરુદ્ધમાં સિટી બસ અને બીઆરટીએસના ડ્રાઈવરની હડતાળ

સુરતઃ સુરતમાં નવા વર્ષની શરૂઆત ડ્રાયવરોની હડતાલથી થઈ છે. અહી જાહેર પરિવહનના ભાગરૂપે સિટી બસ અને બીઆરટીએસ એમ બે વ્યવસ્થા છે. બન્ને બસના સંચાલન મામલે ફરિયાદો આવે છે અને ખાસ કરીને જીવલેણ અકસ્માતોની ફરિયાદો થતી હોય છે ત્યારે સરકારે આ મામલે સખત પગલાં લીધા છે અને અકસ્માતની જવાબદારી ડ્રાયવર પર નાખતો કાયદો બનાવતા ડ્રાયવરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. ડ્રાયવરોએ અમુક સમય માટે બસના પૈડા રોકી રાખ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક તો બસ સંચાલન મામલે ઘણી ફરિયાદો આવતા એકસાથે બદલીઓ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા થયેલા અકસ્માતને કારણે લોકોમાં અને રાજકારણીઓમાં ભારે રોષને પગલે પાલિકા કમિશનરે સીટી લિંકના વડાને બદલી નાખવા સાથે અનેક કર્મચારીઓની પણ બદલી કરી દીધી છે. જોકે ફેરફારો થવા છતાં વિવાદો શમતા નથી.

સરકારે જે જાહેર વાહનોના અકસ્માતો અંગે કાયદો ઘડ્યો છે તેનો વિરોધ ડ્રાયવરો કરી રહ્યા છે. તેમના મત અનુસાર અકસ્માતો માટે બીજા ઘણા કારણો જવાબદાર હોય છે આથી માત્ર ડ્રાયવરોને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. જોકે બીજી બાજુ આ કાયદો બરાબર હોવાનું કહેનારા પણ છે. અત્રે ઉલ્લેખનીય છે સિટી બસ સાથે અક્સમાતમાં અત્યાર સુધીમાં 90 જણે જીવ ગુમાવ્યો છે.

આ મામલે સંબંધિત અધિકારીનો સંપર્ક થઈ શકયો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button