નેશનલ

ગુજરાતે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટનું જાહેરનામું બહાર પાડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ માટેનું ઓફિશિયલ ગેઝેટ બહાર પાડ્યું છે. જેમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ધરાવતી હોટેલ-ક્લબ કે રેસ્ટોરેન્ટ શરૂ કરવાના લાઇસન્સ તેમજ દારૂ પીવા માટે ગિફ્ટ સિટીના કર્મચારીઓની કાયમી પરમિટ તથા સત્તાવાર મુલાકાતીઓને અપાતી હંગામી પરમિટ માટેની અરજીના નમૂના અને શરતો પણ જાહેર કરાયાં છે.

ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસોના અધિકારીઓ-કર્મચારીઓ કે માલિકોને બે વર્ષની દારૂ પીવાની પરમિટ આપવામાં આવશે. જેની વાર્ષિક ૧૦૦૦ રૂપિયા ફી ભરવી પડશે. આ પરમિટને દર બે વર્ષે રિન્યૂ કરાવવી પડશે, જ્યારે મુલાકાતીઓને અપાતી પરમિટ માટેની ફી રહેશે નહીં, ઓફિશિયલ ગેઝેટમાં આ ફી માટે કોઇ ઉલ્લેખ નથી. અલબત્ત મુલાકાતી માટેની પરમિટ એક દિવસની હંગામી રહેશે અને જ્યારે જરૂર હોય ત્યારે તે જે ઓફિસ કે સંસ્થાની મુલાકાત લેવાના હોય ત્યાંથી થતી ભલામણને આધારે ગિફ્ટસિટી ઓથોરિટી પાસેથી લેવાની રહેશે. શરતો અનુસાર લાઇસન્સ ધરાવતી હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં આવેલા ગ્રાહકે ખરીદેલો દારૂ બોટલમાં બાકી રહે તો તે બીજા ગ્રાહકને વેચી શકાશે નહીં, પણ હોટલે તેનો નાશ કરવાનો રહેશે. રેસ્ટોરન્ટ, બાર વગેરેએ મેળવવું પડતું લાઇસન્સ એકથી લઇને પાંચ વર્ષ માટેનું હશે. અરજી કરતી વખતે ગેરંટી તરીકે તેમણે બે લાખ રૂપિયા જ્યારે પરમિટ ફી પેટે વાર્ષિક એક લાખ રૂપિયા નશાબંધી અને આબકારી વિભાગમાં જમા કરવાના રહેશે.

આ લાઇસન્સ અન્ય કોઇ વ્યક્તિને વારસામાં કે વેચાણ થકી ટ્રાન્સફર કરી શકાશે નહીં. હોટલના માલિકોએ પોતાના કર્મચારીઓની જાણ સરકારમાં કરવાની રહેશે અને દરેક કર્મચારીને નિયત યુનિફોર્મ આપવાનો રહેશે. અહીં કામ કરતા કર્મચારીએ યુનિફોર્મ પર પોતાની નેમ પ્લેટ પણ લગાવવાની રહેશે. સીસીટીવીના રેકોર્ડ ત્રણ મહિના માટે રાખવાના રહેશે. દારૂ પીવાની પરમિટ ગિફ્ટ સિટીના કર્મચારીને ખાસ કિસ્સામાં મળે છે. જો આ કર્મચારી રાજીનામું આપે કે કંપની તેને નોકરીમાંથી દૂર કરે તો તેને દારૂ પીવા માટે મળેલી પરમિટ તત્કાલ પૂર્ણ થયેલી ગણાશે. આ કિસ્સામાં કંપનીએ ગિફ્ટ ઓથોરિટી અને નશાબંધી અધિકારીને કર્મચારીના છૂટા થયાંની જાણ પણ કરવાની રહેશે. જો લાઇસન્સ ધારક નિયમભંગ કરશે તો લાયસન્સ રદ થશે અને તેની પાસેનો દારૂનો જથ્થો ત્વરિત નશાબંધી અને આબકારી ઇન્સ્પેક્ટરને જમા કરાવવાનો રહેશે અને તેનું વેચાણ કરી શકશે નહીં. અલબત્ત નશાબંધી અને આબકારી વિભાગ તે દારૂના જથ્થાનું યોગ્ય સ્થળે વેચાણ કરી તેમાંથી મળતી રકમ ખર્ચાપાણી બાદ કરીને લાઈસન્સ ધારકને પરત કરશે. ગિફ્ટ સિટીના અધિકારીને અપાયેલી સત્તામાં ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર પરમિટ ઇશ્યૂ કરનારા અધિકારીની નિયુક્તિ કરશે અને તેની જાણ નશાબંધી ખાતાને કરશે, નિયુક્ત અધિકારી ગિફ્ટ સિટીની કંપની અને કચેરીઓમાં કામ કરતા કોઈ એક્ઝિક્યુટિવને ભલામણ અધિકારી તરીકે નીમશે, ટેમ્પરરી પરમિટની નિયમિત ચકાસણી કરતા રહેવું પડશે. જો લાઈસન્સ ધારક હોટલ કે પરમિટ ધારક એફએલ-૩ નિયમોનો ભંગ કરે તો તેની જાણ સરકારના નશાબંધી અને આબકારી વિભાગને કરશે. કંપનીના અધિકારી દારૂની પરમિટ માટેની ભલામણ કરવામાં ગેરરીતિ કરે તો તેની જાણ ત્વરિત સરકારને કરવી પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ