ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
નવરો બળદિયો પથરાં ભાંજે
નવરા બેઠા કામ કરો મોચમ ખૂંદે
નવરો વાણિયો નિત્ય પઢે
નવરો સલાટ કાટલાં જોખે

નવરો નાગર ખાટલો ઉખેડી વાણ ભરો

ઓળખાણ પડી?
૧૦ એકરમાં પથરાયેલું અને ૭૦થી વધુ વિવિધ પ્રકારના પતંગિયાની પ્રજાતિનો સમાવેશ કરતું ‘બટરફ્લાય ગાર્ડન’ કઈ નદીના કાંઠા વિસ્તારમાં આવેલું છે એની ઓળખાણ પડી?

અ) તાપી નદી બ) નર્મદા નદી ક) કાવેરી નદી ડ) બ્રહ્મપુત્રા નદી

ગુજરાત મોરી મોરી રે
હિન્દુ કેલેન્ડરમાં કુલ પંદર તિથિ (એકમથી
ચૌદસ અને પૂનમ અથવા અમાસ) હોય છે. એકમ તિથિ અન્ય કયા નામે પણ ઓળખાય છે એ
જણાવો.

અ) પ્રતિતિથિ બ) એકાદશી ક) પ્રવેશ ડ) પડવો

માતૃભાષાની મહેક

શ્રદ્ધા મુખ્ય ત્રણ પ્રકારની છે. સદગુરુના ને સત્ શાસ્ત્રના વચનમાં વિવેક વિચારપૂર્વક પ્રામાણિકપણાનો પરિપૂર્ણ નિશ્ર્ચય તે સાત્વિક શ્રદ્ધા. સદગુરુના ને સત્ શાસ્ત્રના વચનમાં પોતાના વિવેકવિચારની ન્યુનતાને લીધે જ પ્રમાણિકપણાનો અસ્થિર નિશ્ર્ચય તે રાજસી શ્રદ્ધા. સદગુરુના ને સત્ શાસ્ત્રના વચનમાં જે વિવેકવિચારથી રહિત મૂઢતા યુક્ત પ્રામાણિકપણાનો નિશ્ર્ચય તે તામસી શ્રદ્ધા.

ઈર્શાદ
વીજળીના ચમકારે છાતીના છૂંદણાંમાં, રાધાએ જોઈ લીધું માધવનું નામ,

બાથમાં સમાવી લેવા રાધાને રોમેરોમ, હેઠે ઝૂક્યું આ સ્હેજ આભ ઘનશ્યામ. —- ભગવતીકુમાર શર્મા

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બહુ જ જાણીતી કહેવત ‘ભૂત ભૂસકા મારે અને હનુમાન હડીઓ કાઢે’માં હડી કાઢેનો અર્થ જણાવો.

અ) હોડી ચલાવે બ) હાડકાં ભાંગે ક) વિરામ કરે ડ) દોડાદોડ કરે

માઈન્ડ ગેમ
ખૂબ જ જાણીતા રોમેન્ટિક ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો ——– એકલો.

અ) પાગલ બ) દિવાનો ક) આશિક ડ) ઘેલો

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય
ઉતાવળે ક્યારેય આંબા ન પાકે
કૂવામાં હોય તો હવાડામાં આવે
ટાઢે પાણીએ ખસ નીકળવી

મફતનાં મરી તો તીખાં ન લાગે

ગુજરાત મોરી મોરી રે

તલગાજરડા

ઓળખાણ પડી?

મલાવ તળાવ

માઈન્ડ ગેમ

પાળેથી

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

સફળતા મળવી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) પુષ્પા પટેલ (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) ભારતી બુચ (૧૧) લજીતા ખોના (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) મનીષા શેઠ (૧૪) સુરેખા દેસાઈ (૧૫) નંદકિશોર સંજાણવાળા (૧૬) હર્ષા મહેતા (૧૭) નિખીલ બંગાળી (૧૮) ઇમીષી બંગાળી (૧૯) દિલીપ પરીખ (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) અરવિંદ કામદાર (૨૨) મહેશ સંઘવી (૨૩) મહેશ દોશી (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) પુષ્પા ખોના (૨૭) અંજુ ટોલીયા (૨૮) કલ્પના આશર (૨૯) તાહેર ઔરંગાબાદવાલા (૩૦) શીરીન ઔરંગાબાદવાલા (૩૧) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૨) ખુશરુ કાપડિયા (૩૩) નિતીન જે. બજરીયા (૩૪) જ્યોતી ગાંધી (૩૫) હીના દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) ભાવના કર્વે (૩૯) રસીક જુઠાણી (ટોરન્ટો-કેનેડા) (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) શિલ્પા શ્રોફ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button