Happy New Year 2024: દુનિયાના દેશોમાં નવા વર્ષની શાનદાર ઉજવણી
આપકે લિયે હો નયા સાલ યાદગાર
નવી દિલ્હીઃ 2023નું વર્ષ વિદેશમાં તો પૂરું થયું છે. ન્યૂ ઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરુ કરવામાં આવી છે, જ્યારે ભારત સહિત અન્ય દેશમાં આજે રાતના 12 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. લોકો નવા વર્ષને વધાવવા માટે ઉત્સુક છે, ત્યારે જૂના વર્ષની ભૂલોને ભૂલીને નવા વર્ષમાં સફળતાના શિખરો સર કરવાની સૌને શુભેચ્છા. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શાનદાર આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી બે કલાક પછી ઓસ્ટ્રેલિયામાં શરુ થઈ હતી. ઓકલેન્ડના હવામાન વિભાગ દ્વારા વરસાદના એલર્ટ વચ્ચે લોકોએ શાનદાર ઉજવણી કરી હતી. દસ સેકન્ડના કાઉન્ટ ડાઉન પછી સ્કાય ટાવર પછી આતશબાજી કરી હતી.
ઓકલેન્ડમાં નવા વર્ષ સાથે સ્કાય ટાવર સાથે સિડનીના હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ સાથે આકર્ષક નજારો જોવા મળ્યો હતો. હાર્બર બ્રિજ ખાતે 12 મિનિટ સુધી લોકોએ આતશબાજી કરી હતી, જ્યારે 8.5 ટકા ફટાકડાં ફોડ્યા હતા, જ્યાં દસ લાખથી વધુ લોકો એક્ત્ર થયા હતા. ભારતમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સૂર્યાસ્તની લોકોએ મોજ કરી હતી.
પ્રશાંત મહાસાગરના કિરિબાતી નવા વર્ષનું સેલિબ્રેશન કરનારા પહેલો દેશ બન્યો હતો, જેને ક્રિસમસ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, કિરિબાસ તરીકે પણ ઓળખાય છે. ભૂમધ્યરેખાના પ્રશાંત ક્ષેત્રમાં પૂર્વથી પશ્ચિમ સુધીના લગભગ 4,000 કિલોમીટર અને ઉત્તરથી દક્ષિણ સુધીના 2,000 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો ટાપુ છે.
નવા વર્ષની શુભકામના
નવા વર્ષને વધાવવા માટે ભારતવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ રળિયામણી ઘડીઓની રાહ જોવામાં આવી રહી છે ત્યારે ભારત સહિત વિદેશમાં કરોડો લોકો પોતાના પરિવાર, મિત્રો સાથે પાર્ટી કરશે. આ મહાપર્વની લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે અમુક લોકો નવા સંકલ્પો લેશે, ત્યારે તમે પણ લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવી શકો છે.
- નયા સાલ કી ઢેર સારી શુભકામનાયેં, નયા સાલ આપકે લિયે ખુશીઓ ભરા હો!
- 2023 કો અલવિદા કર 2024 કા સ્વાગત હૈ, નયે સાલ કી હાર્દિક શુભકામના!
- ઉમ્મીદ કરતા હું કે નયા સાલ આપકે લિયે સફળતા ઓર ખુશીઓ સે ભરપૂર હોગા!
- બીતે સાલ કી સારી બુરાઇયા કો ભૂલ કર નયે સાલ કા સ્વાગત કરે! , નયે સાલ કી હાર્દિક શુભકામનાએ