2024નું New Year કેવું હશે તમારી રાશિ માટે? જાણી લો અહીંયા એક Click પર…
મેષ રાશિના જાતકો એકદમ એક્ટિવ હોય છે અને તેઓ હંમેશા પોતાની રીતે કામ કરવાનું પસંદ કરે છે. 2024ની શરૂઆતમાં જ ગુરુ આ રાશિમાં અને શનિ અગિયારમા સ્થાને હોવાને કારણે આવકમાં વધારો થશે. યોગ્ય નિર્ણય લઈને જીવનમાં આગળ વધશો તો સફળતા તમારા કદમ ચૂમશે.
પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં યોગ્ય નિર્ણય લઈને પ્રગતિ કરશો. આવકમાં દિવસે દિવસે વૃદ્ધિ થઈ રહી છે. ઓવરકોન્ફિડન્સમાં આવવાનું ટાળો. બારમા સ્થાને રાહુ થોડી મુશ્કેલીઓ ચોક્કસ ઊભી કરી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો, નહીંતર હોસ્પિટલ જવાનો વારો આવશે. ખર્ચામાં પણ વૃદ્ધિ થઈ રહી છે.
જો તમે વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વર્ષે તમારી એ ઈચ્છા પૂરી થઈ શકે છે. તમે તમારી પ્રિય વ્યક્તિ માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરશો. પિતા સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. જો તમારી અત્યારપ સુધી કોઈ યોજના નિષ્ફળ થઈ રહી હતી તો નવા વર્ષમાં તે સફળ થવાના યોગ બની રહ્યા છે. આ વર્ષ દરમિયાન તમારી સાથે કેટલીક સારી ઘટનાઓ પણ બની શકે છે.
પર્સનલ લાઈફમાં કેટલીક સારી ઘટનાઓ બનશે. લવલાઈફમાં ગુડ ન્યુઝ સાંભળવા મળી શકે છે. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહી છે. બિઝનેસ કરી રહેલાં લોકો આ વર્ષે નવા લોકોને મળીને વેપારમાં આગળ વધવાની યોજના બનાવશે, જેમાં તેમને સફળતા મળી રહી છે.
2024નું નવું વર્ષ વૃષભ રાશિના લોકો માટે કંઈક સ્પેશિયલ લઈને આવવાનું છે. આ વર્ષે આ રાશિના લોકોએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીંતર બની રહેલાં કામ પણ બગડી શકે છે. આ વર્ષે તમારે મજબૂત મનોબળ કેળવવું પડશે કે તમારા માર્ગમાં ગમે એટલા અવરોધો કેમ ના આવે પણ તમારે એ અવરોધોને પાર કરીને તમારી મંઝિલ સુધી પહોંચવાનું છે.
આ વર્ષ દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને એની સાથે સાથે તમારી મનની ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ રહી છે. પરિવારના વડીલોનો પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે. નવી પ્રોપર્ટી ખરીદવા માટે ઓગસ્ટ કે પછી ઓક્ટોબર એકદમ બેસ્ટ ટાઈમ છે. લવ લાઈફ માટે 2024નું વર્ષન ખૂબ જ સારું રહેવાનું છે.
વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ નબળું સાબિત થવાનું છે એટલે સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે. કોઈની પણ વાત માનીને રોકાણ કરવાનું ટાળો, નહીંતર આ વર્ષે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.
વર્ષના અંતિમ મહિનામાં સંતાનોના સ્વાસ્થ્યને લઈને ચિંતા સતાવી શકે છે અને સાવધ રહેવું પડશે. આ વર્ષે જ માર્ચ અને ઓગસ્ટની વચ્ચે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પરિવારની કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર પડી શકે છે અને એને કારણે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
મિથુન રાશિના જાતકો માટે 2024નું વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારું સાબિત થવાનું છે અને આ વર્ષે નવું ઘર કે ગાડી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ રહ્યું છે. પ્રોફેશનલ લાઈફ પણ સારી રહેશે. કંઈક નવું કામ કરવા માંગતા લોકોએ પહેલી મે પહેલાં કરી લેવું જોઈએ. આ વર્ષે લોકપ્રિયતામાં વૃદ્ધિ થઈ રહી છે. ધનલાભ થવાની પ્રબળ શક્યતાઓ છે.
મે મહિના પછી થોડો મુશ્કેલ સમય શરૂ થઈ રહ્યો છે, પણ તમે એમાં તમારી બહાદુરી અને સમજણથી સરળતાથી બહાર આવી શકો છો. 2024નું વર્ષ વિદ્યાર્થી વર્ગ માટે સારું રહેશે અને મે સુધીનો સમય એમના માટે ખૂબ જ સફળ રહેશે. વિદેશમાં ભણવા જવાનું સપનું સાકાર થઈ શકે છે. પરંતુ એ માટે અમુક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આખરે વિદ્યાર્થીઓને એમાં સફળતા ચોક્કસ મળશે.
પર્સનલ લાઈફની વાત કરીએ તો આ રાશિના જાતકોનું લગ્નજીવન સારું રહેશે. કુંવારાઓના લગ્ન મે મહિના પહેલાં થાય એવા યોગ બની રહ્યા છે. પરિણીત છે તેઓ મે પહેલા બાળકને ગર્ભ ધારણ કરી શકે છે. જો તમારું બાળક લગ્ન માટે લાયક છે, તો મે પહેલા તેમના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. લવ લાઈફ પણ સારી રહેશે. પરિણીત લોકો એકબીજાને ઓછો સમય આપશે, જેને કારણે 2024માં પરિસ્થિતિ થોડી તણાવભરી રહી શકે છે.
કર્ક રાશિના લોકો સામાન્યપણે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેઓ એકદમ ફેમિલી ઓરિયેન્ટેડ અને મિલનસાર સ્વભાવના હોય છે. પરંતુ આ નવા વર્ષમાં તમારે દિલને બદલે દિમાગથી કામ લેવું પડશે તો જ તમને ફાયદો થઈ રહ્યો છે. વર્ષની શરુઆતમાં તમે આવક વધારવાનો પ્રયાસ કરશો.
આ વર્ષે તમે પરિવારના સહયોગથી કેટલાક મોટા અને મહત્ત્વના નિર્ણય લેશો. જો ફેમિલી બિઝનેસ કરી રહ્યા છો તો તમારા માટે આ વર્ષ સારું રહેવાનું છે. બિઝનેસમાં જોરદાર નફો થઈ રહ્યો છે અને સારી એવી આર્થિક પ્રગતિ પણ કરશો. વિદેશગમન થવાના યોગ બની રહ્યા છે.
આર્મી એરફોર્સ કે પોલીસમાં નોકરી મેળવવા માગતા લોકો સ્પર્ધાત્મત પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છો તો આ વર્ષે એમાં સફળતા મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે. પરિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થઈ રહ્યું છે. માતા પ્રત્યે વિશેષ પ્રેમ રહેશે અને એમની પાસેથી કંઈક નવું પણ શીખી શકો છો.
પિતા સાથેના સંબંધોમાં પણ સુધારો જોવા મળશે, પણ એમના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા સતાવી શકે છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ આ વર્ષે ડોક્યુમેન્ટેન્શનમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ વર્ષે કોઈપણ વાદ-વિવાદમાં પડવાનું ટાશો, કારણ કે કોર્ટ કચેરીના કામ તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે.
સિંહ રાશિના લોકો માટે 2024નું વર્ષ સારા પરિણામો લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી જો તમારી કેટલીક યોજનાઓ અટકી પડી હતી તો તેને વેગ મળી રહ્યો છે. બિઝનેસ ડીલ્સ અને પ્રોજેક્ટમાં આગળ વધશો. સ્વાસ્થ્ય પણ પ્રમાણમાં સારું રહેશે, પરંતુ વર્ષની શરૂઆતમાં થોડું ધ્યાન ચોક્કસ રાખવું પડશે.
આ વર્ષે પરિવાર પર થોડું વધારે ધ્યાન અને સમય આપવો પડશે, કારણ કે જો આવું નહીં કરો તો સમસ્યા થવાની પૂરેપૂરી શક્યતા છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ શકશો. ધીરે ઘીરે જીવનના તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરશો. આ વર્ષના મધ્ય સુધીનો સમયગાળો તમારા માટે સારો રહેશે.
જેમ જેમ 2024નું વર્ષ આગળ વધતું જશે તેમ તેમ તમને એવો અહેસાસ થશે કે તમે ઘણું બધું મેળવી લીધું છે અને તેનાથી તમને ખુશીનો અહેસાસ થશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. એનજીઓ કે કોઈ કંપનીની ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા છો તો તમારું આ વર્ષ અલગ રહેશે. તમારા માન-સન્માનમાં વધારો થશે અને કામમાં પણ વધારો થશે.
2024માં તમારે એક ખાસ એ વાતનું ધ્યાન રાખવું પડશે અને તમારે મિત્રને પણ ખાસ મદદ કરવી જોઈએ. આ સિવાય તમે વર્ષની શરૂઆતમાં ઘરના રિનોવેશનનું કામ પણ કરાવશો. માતા અને પિતાનો સહયોગ મળશે અને તેમના આશીર્વાદથી જ તમારા તમામ કામ પૂરા થઈ રહ્યા છે. આજે તમે લોકોની સમક્ષ છબી મજબૂત બની રહી છે.
કન્યા રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત નબળી રહેશે અને તમારી માનસિક ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે તમારે એમાંથી બહાર આવવા માટે પારાવાર પ્રયાસો કરવામાં આવશે. ધીમે ધીમે સમગ્ર વર્ષ દરમિયાન પ્રગતિના પંથે આગળ વધશો. તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. પરિવારના સભ્યો પણ તમારો સાથ આપશે.
તમારે તમારી જાને આગળ લઈ જવાના ચક્કરમાં બીજા લોકોને પાછળ ના છોડી દેવા જોઈએ નહીંતર તમારા સંબંધો વણસી શકે છે. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે આ વર્ષ ઉત્તમ છે. જો તમે રાજકારણમાં છો તો તમને સારી સફળતા મળી શકે છે અને તમને મોટું પદ પણ મળી શકે છે. તમારે પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરવા જોઈએ, સફળતા મળતી જણાઈ રહી છે.
કોઈને દુઃખ પહોંચાડવાનું ટાળો અને સમયાંતરે જરૂરિયાતમંદોને મદદ કરતા રહો. આ કારણે આ વર્ષ તમને ઘણું બધું આપશે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ વર્ષ ગૃહસ્થ જીવનારા લોકો માટે ચડતી-પડતી ભરેલું રહેવાનું છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના સંબંધોની કસોટી થશે, તેથી તમારે કોઈ સમસ્યા ન થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. પોતાને એકલા ન સમજવું અને કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો.
કાયદા સંબંધિત બાબતોમાં આ વર્ષે તમને સફળતા મળી રહી છે. વર્ષના મધ્યભાગ પછી તમને સામાજિક રીતે સારું સન્માન મળશે. તમને આ વર્ષે એવોર્ડ પણ આપવામાં આવી શકે છે, જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. સંશોધન કાર્યમાં જોડાયેલા જાતકોને સારી સફળતા મળી શકે છે. વૈવાહિક જીવન જીવી રહેલા લોકોના જીવનમાં પ્રેમ વધશે અને પાર્ટનર સાથેની આત્મિયતામાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
સામાન્યપણે આ રાશિના લોકો જીવનમાં હંમેશા બેલેન્સ કરીને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે અને આ લોકો ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હોય છે. 2024નું વર્ષ તમારી મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે એકદમ યોગ્ય રહેશે, કારણ કે તમારી ઈચ્છાઓ પૂરી થઈ રહી છે. જેને કારણે તમારા આત્મવિશ્વાસમાં આ વર્ષે વધારો થતો દેખાઈ રહ્યો છે. જીવનમાં કેટલીક નવીનતા પણ આવશે.
આ વર્ષની શરૂઆતમાં તમે તમારા વાણી અને વર્તનની મદદથી લોકોને પોતાના બનાવી શકશો અને એને કારણે તમારા તમામ કામ પૂરા થશે. બિઝનેસ અને નોકરી બંનેમાં તમારું પ્રભુત્વ જોવા મળશે. પરિવારમાં પણ તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. ભાઈ-બહેનોને લઈને કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, પરંતુ તમે તમારી સૂઝબૂઝથી તેમને ટેકો આપીને સમસ્યાનો ઉકેલ લાવશો.
પરિવારના વડીલ સભ્યો તરફથી પ્રેમ મળી રહ્યો છે અને એમના આશિષથી જ તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. આ વર્ષે તમારો ખર્ચ વધુ થશે, જેને તમે પોતે નહીં સમજી શકો, કારણ કે તમને બધા ખર્ચ જરૂરી લાગશે અને બિનજરૂરી રીતે પૈસા ખર્ચાશે.
લવલાઈફ જીવી રહેલા લોકો માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ જ સારી રહેશે અને તમે કલાત્મક અભિવ્યક્તિથી તમારા પ્રિયનું દિલ જીતવા સફળ થશો. તમે તમારા પ્રિયપાત્રને તમારા દિલની વાત જણાવશો અને તેમના દિલમાં એક આગવું સ્થાન બનાવવામાં સફળ થશો. પરંતુ આગળ જતા આ પ્રેમ સંબંધોને જાળવી રાખવાનું તમારા માટે એક પડકાર બની જશે.
વૃશ્ચિક રાશિના જાતકો પોતાની વાત ગુપ્ત રાખવામાં માહેર હોય છે અને આ વર્ષે તમને તમારા ગુણોનો ઘણો લાભ મળવાનો છે. જો તમે તમારી ગુપ્ત યોજનાઓ અન્ય જાતકો સાથે શેર કરવાનું ટાળશો, તો તમે આ વર્ષે ઘણું પ્રાપ્ત કરી શકશો. વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ સુંદર રહેવાની છે.
તમે પુરુષ હોવ કે સ્ત્રી લોકો તમને ખૂબ જ પસંદ કરશે અને એને કારણે તમને ઘણી મદદ મળી રહી છે. ગૃહસ્થ જીવનમાં પણ પ્રેમની તકો આવશે અને રોમાંસ પણ સમાન રહેશે. આ વર્ષ પ્રેમ જીવન માટે ચડતી-પડતી ભરેલું રહેશે અને તમે તમારા પ્રિય સાથે તમારા દિલની વાત શેર કરવામાં થોડા ખચકાટ અનુભવશો. ઘણી વખત તમે જરૂર કરતાં વધુ વાત કરશો, જે તેમને ગમશે નહીં.
પારિવારિક જીવનમાં થોડી ચિંતા સતાવશે. પરિવારના સભ્યો અને એમાં પણ ખાસ કરીને ઘરના વડીલોના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ તમારું મન વ્યથિત કરી શકે છે. આ સિવાય જો પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષે એમાં ચોક્કસ જ સફળતા મળી રહી છે. પરિવારની દૃષ્ટિએ સમાજમાં તમારું સ્થાન મજબૂત રહેશે. નોકરી અને વ્યવસાયના સંબંધમાં, તમે સખત મહેનત પછી જ સફળતા મેળવી શકો છો. તમે તમારી ઈમેજને સુધારવા પર વધારે ભાર મૂકશો.
2024માં મે મહિના સુધી વિદેશ જવાના યોગ બની રહ્યા છે અને ત્યાર બાદ તો કુંવારા લોકો માટે લગ્નના ચાન્સ પણ બની રહ્યા છે. લવ મેરેજ કરવા માગતા લોકોને પણ આ વર્ષે સફળતા મળી રહી છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ચોક્કસ 2024નું આ વર્ષ થોડું નબળું હશે એટલે સ્વાસ્થ્યને લઈને ખૂબ જ કાળજી રાખવાની સલાહ આપવામાં આવશે.
ધન રાશિના લોકો હંમેશા પોતાની ફરજ અને જીવનના ટાર્ગેટને લઈને ક્લિયર હોય છે. તમે વિચારોની સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવો છો એટલે બીજા પાસેથી પણ એવી જ અપેક્ષા રાખો છો. વર્ષની શરૂઆતથી જ તમારામાં આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તમને જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતા મળશે. આ વર્ષે તમારી આવકમાં વૃદ્ધિ જોવા મળશે. તમને વધારે ખર્ચ કરવામાં વાંધો નહીં આવે અને તમારી ખુશી માટે અને જરૂરિયાતની વસ્તુઓ પર પણ ઘણા પૈસા ખર્ચતા રહેશો.
2024ના વર્ષની શરૂઆત ધન રાશિના લોકો માટે સ્વાસ્થ્ય માટે સારી રહેશે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યને લઈને બેદરકારી દેખાડવાનું ટાળવું જોઈએ. તમારી દિનચર્યામાં તમારે કસરત અને ધ્યાન બંનેનો સમાવેશ કરવો જોઈએ.
પારિવારિક દૃષ્ટિએ આ વર્ષ અમુક સમસ્યાઓથી ભરપૂર રહેશે. પરિવારમાં તાલમેલનો અભાવ જોવા મળશે અને એને કારણે ઝઘડાની સ્થિતિ સર્જાશે. તમને ઘરમાં ખુશીની કમી પણ અનુભવાશે. તમે તમારા કામમાં વધુ વ્યસ્ત રહેશો, તેથી તમે ઘર પર ઓછું ધ્યાન આપશો. જો તમે વિદેશ જવા ઈચ્છો છો તો વર્ષની શરૂઆતમાં ઈચ્છા પૂરી થઈ શકે છે અને જો વર્ષની શરુઆતમાં આવું ના થાય તો ઓગસ્ટ, 2024 સુધી રાહ જોવી પડી શકે છે.
નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું જોઈએ કારણ કે આ વર્ષે ખાસ કંઈ એવા યોગ નથી બની રહ્યા. ખાસ સમય જોઈને જ વાહન ખરીદવું તમારા માટે શુભ રહેશે. શનિ મહારાજની કૃપાથી તમારા ઘણા કામો થવા લાગશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને તમે જીવનમાં આગળ વધશો.
આ રાશિના લોકો માટે 2024નું વર્ષ સરખામણીએ ખૂબ જ સારું રહેવાનું છે, કારણ કે તમારી આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે તમે અત્યાર સુધી કરેલાં તમામ પ્રયાસોમાંથી તમને પૈસા મળી રહ્યા છે. સારી આવકને કારણે તમારા બધા કામ સમયસર પૂરા થઈ રહ્યા છે.
અત્યાર સુધી તમે જેટલી પણ સમસ્યાઓનો સામનો કર્યો છે એ બધી જ સમસ્યાઓ ધીરે ધીરે દૂર થતી જણાઈ રહી છે. પારિવારિક મોરચે તમારા માટે વર્ષની શરૂઆત ખૂબ જ સારી રહેશે. પરિવારમાં સંપ અને એકતા જળવાઈ રહેશે. માતા-પિતાના આશીર્વાદથી બિઝનેસમાં પ્રગતિ થશે.
પરિવારમાં તમારું વર્ચસ્વ વધશે અને તમારા માન-સન્માનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. બીજા લોકો પણ તમારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળશે. પૈસાની અછતને કારણે કોઈ કામ અટકવાનું નથી, તેથી ખાતરી કરો. મિત્રો સાથે સારો એવો સમય પસાર કરશો અને એને કારણે તમારી મિત્રતા વધુ ગાઢ થઈ રહી છે.
નવા નવા લોકોને મળશો જેને કારણે સામાજિક વર્તુળમાં વૃદ્ધિ થશે. 2024નું વર્ષ તમને ઘણું બધું આપવા જઈ રહ્યું છે. તમારા કોઈપણ શોખને પૂર્ણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. યાત્રા ચાલુ રહેશે. નાની મુસાફરીથી તમે તાજગી અનુભવશો અને મિત્રો સાથે ફરવા જવાની યોજના પણ બનાવશો. પરિવાર સાથે તીર્થયાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.
કુંભ રાશિના લોકો પોતાની સામેની વ્યક્તિને શબ્દોથી પોતાની વાત સમજાવવામાં અને આશ્ચર્યચકિત કરવામાં સક્ષમ હોય છે. કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ આખું વર્ષ તમારી જ રાશિમાં બિરાજમાન રહેશે જેને કારણે તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે. તમે આ વર્ષે વધુ પરિપક્વ બનશો અને તમારી એ પરિપક્વતા જ તમારા કાર્યોમાં ઝલકાશે.
પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ તમે દરેક જગ્યાએ તમારું શ્રેષ્ઠ પ્રદર્શન જ કરશો. 2024ના વર્ષની શરૂઆતથી જ તમારી આવકમાં વધારો જોવા મળશે. આ વર્ષે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કરિયરમાં તમને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવશે અને તમે એ જવાબદારીઓ સારી રીતે નિભાવશો.
આ વર્ષે તમને મોટી મોટી તક મળી રહી છે. તમે કોઈ એવી સિદ્ધિ પણ હાંસિલ કરશો જેના માટે તમને પુરસ્કાર વગેરે મળી શકે છે. આ વર્ષે સરકારી ક્ષેત્રથી કોઈ મોટો ફાયદો મળવાનો છે. જો તમે વિદેશ જવા ઈચ્છો છો તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનો શ્રેષ્ઠ છે. તમને ધર્મ અને કામની બાબતોમાં પણ ખૂબ જ રસ હશે અને તમે કોઈપણ મંદિર-મસ્જિદ કે ધાર્મિક સ્થાનમાં સેવા કાર્ય કરવાનું પસંદ કરશો. તમે કોઈપણ સમાજ, જે એક ધાર્મિક સંસ્થા છે, તેમાં પણ મોટું પદ મેળવી શકો છો.
રાહુના કારણે તમે તમારા શબ્દોમાં ઘણી વખત આવા શબ્દો બોલશો, જે તમારી સામેની વ્યક્તિને વિચિત્ર લાગશે, કારણ કે તમે જે કહો છો તે કરવામાં તમે વિશ્વાસ કરશો, પરંતુ તમે તમારી વાત વ્યક્તિની સામે રાખશો. એવી રીતે કે તે સરળતાથી તેમના પર વિશ્વાસ કરી શકશે નહીં. વ્યવસાય અને નોકરી બંને ક્ષેત્રે તમારું પ્રદર્શન જોવાની દૃષ્ટિ હશે. સ્વાસ્થ્યની સમસ્યામાં તમારે હળવાશ રાખવી જોઈએ.
મીન રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે અને શિક્ષણને વધારે મહત્વ આપે છે. એટલું જ નહીં પણ તમે ખૂબ જ ઈમોશનલ પણ છો. ઈમોશનલ હોવાને કારણે ઘણી વખત લોકો તમારો ગેરલાભ ઉઠાવી જાય છે અને તમારે આંસુ સારવાનો સમય આવે છે. આ વર્ષે તમારે વધારે પડતાં ભાવુક થવાથી બચવું પડશે, નહીંતર તમારી સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. રાહુ આખું વર્ષ તમારી રાશિમાં બેસી રહેશે.
આ વર્ષે તમારા શબ્દો અને તમારી એક્શન્સ અલગ અલગ હશે. તમે જે પણ કહેશો એ કામ સમયસર પૂરી નહીં કરી શકશો અને એને કારણે તમારે ઈમોશનલ સેટ બેકનો સામનો પણ કરવો પડી શકે છે. આ વર્ષે તમે ભાવનાત્મક રીતે ખૂબ જ દુઃખી થશો. જો તમે રિલેશનશિપમાં છો અથવા તમે પરણિત છો, તો તમારા પાર્ટનર સાથે ચીટિંગ કરવાનું ટાળવું જોઈએ.
સાતમા સ્થાને કેતુની સ્થિતિને કારણે વૈવાહિક સંબંધોમાં ચિંતા વધી શકે છે અને તમારા સંબંધો નબળા પડી શકે છે. તમારે આ પરિસ્થિતિને ખૂબ જ કાળજીપૂર્વક હેન્ડલ કરવી પડશે. આ વર્ષે તમને તમારા કરિયરમાં ખૂબ જ સારી સફળતા મળવાની છે અને તમને સરકારી ક્ષેત્રમાંથી મોટું પદ પણ મળી શકે છે. રાજકારણમાં સફળતા મળવાના ચાન્સીસ છે.
વિદેશમાં મુસાફરી કરવાની પણ પ્રબળ સંભાવના છે. જો તમે લાંબા સમયથી વિદેશ પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા તો આજે વર્ષે તમને એમાં સફળતા મળી શકે છે. આ વર્ષે તમારા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ગુરુની કૃપાથી તમારી આવકમાં સારો એવો વધારો થઈ રહ્યો છે. બેંક બેલેન્સમાં પણ વધારો થશે. તમારે વર્ષની શરૂઆતમાં રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ.
સ્વાસ્થ્ય નબળું રહેવાની સંભાવના છે, જેના કારણે સ્વાસ્થ્ય પર ખર્ચ પણ થઈ શકે છે. પરિવારના સભ્યો વર્ષની શરૂઆતથી જ ખુશ રહેશે અને સમયાંતરે તમને સહકાર અને સમર્થન આપતા રહેશે. તમને તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં આનાથી ઘણો ફાયદો થશે. વર્ષની શરૂઆતમાં જ ભાઈ-બહેન સાથે કોઈ લાંબી મુસાફરી પર જઈ શકો છો.