આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

પીએમ મોદી આ તારીખે એમટીએચએલનું કરશે ઉદ્ઘાટનઃ શિંદેની મોટી જાહેરાત

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બારમી જાન્યુઆરીના મંગળવારના દેશના સૌથી મોટા લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ)નું ઉદ્ઘાટન કરશે, એવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી.

મુંબઈમાં શિવડી અને રાયગઢ જિલ્લાના ન્હાવાશેવાની વચ્ચેના 21.8 કિલોમીટર લાંબા પુલના ઉદ્ઘાટન પછી આ બંને વચ્ચેનું કાર મારફત ટ્રાવેલ ટાઈમ પંદરથી 20 મિનિટ લાગશે. હાલના તબક્કે બે કલાકનો સમય લાગે છે. આ મુદ્દે એકનાથ શિંદેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બારમી જાન્યુઆરીના એમટીએચએલનું ઉદ્ઘાટન કરશે.

આ પુલના નિર્માણને કારણે શહેરના વિકાસમાં વધારો થશે. એમટીએચએલ મુખ્યત્વે મુંબઈ-પુણે એક્સપ્રેસને જોડવાનું કામ કરશે. છ લેનનો આ પુલ 16.5 કિલોમીટર લાંબો છે, જે દરિયામાં હશે, જ્યારે 5.5 કિલોમીટરના ભાગ જમીન પર છે.

એમટીએચએલના નિર્માણને કારણે મુંબઈ અને નવી મુંબઈને ડાયરેક્ટ ક્નેક્ટિવિટી મળવાને કારણે ખર્ચમાં પણ ઘટાડો થશે. ઈસ્ટ-વેસ્ટની કનેક્ટિવટીને કારણે લેબર સહિત રો-મટીરિયલમાં ફણ ફાયદો થઈ શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.


દરમિયાન વિપક્ષી પાર્ટીએ નિર્ધારિત સમયગાળામાં એમટીએચએલનું ઉદ્ધાટન કરવા માટે દબાણ હોવાને કારણે હવે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં 96 ટકા કામ પાર પાડવામાં આવ્યા પછી બાકીનું કામ પાર પાડવામાં ત્રણ મહિનાનો સમય લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના)એ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં બિનજરુરી વિલંબ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ