આમચી મુંબઈ
આરેના જંગલમાંથી દીપડાનું ચામડું, નખ મળતા વન વિભાગે તપાસ હાથ ધરી
મુંબઈ: આરેના જંગલમાં તળાવમાં ફેંકી દેવાયેલા દીપડાના નખ અને ચામડાના ભાગ મળી આવ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જંગલમાં મરોલ તરફના તળાવમાં શનિવારે સવારે એક કામગારને કપડામાં વીંટાળેલા દીપડાના નખ અને ચામડાના ભાગ મળી આવ્યા હતા. આથી તેણે સત્તાવાળાઓને જાણ કરી હતી.
રેસ્કિંક એસોસિયેશન ફોર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (આરએડબ્લ્યુડબ્લ્યુ)ના સ્થાપક અને પ્રમુખ પવન શર્માએ કહ્યું હતું કે મુંબઈ રેન્જના વનવિભાગના અધિકારીઓ આ પ્રકરણે જરૂરી કાર્યવાહી કરશે, કારણ કે આ મામલો શિકાર અથવા વન્યપ્રાણીના ગેરકાયદે વેપારનો લાગી રહ્યો છે.
વિભાગ દ્વારા તપાસના ભાગરૂપે સંજય ગાંધી નેશનલ પાર્ક અને આરેમાં દીપડાના હાલના ડેટાબેઝ તપાસવામાં આવી રહ્યા છે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)
Taboola Feed