આપણું ગુજરાત

અમદાવાદના પીરાણામાં આવેલો કચરાનો ડુંગર હવે ભૂતકાળ બની જશે, AMCએ આટલા દિવસનો સમય માંગ્યો

અમદાવાદ: શહેરના પીરાણા વિસ્તારમાં આવેલી લેન્ડફિલ સાઇટ(Pirana dumping site) લગભગ ચાર દાયકાઓથી શહેર પ્રસાશનની નિષ્ફળ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું પ્રતિક છે. સતત ઠલવાતા કચરાથી શહેરની ભાગોળે કચરાનો ડુંગર બની ગયો હતો, જેમાંથી સતત ઝેરી ગેસ અને દુર્ગંધ ફેલાતા રહે છે, જેનાથી આમદાવાદીઓ માટે આરોગ્યનું ગંભીર જોખમ ઊભું થયું છે.

જોકે હવે થોડા જ દિવસોમાં પીરાણાનો કચરાનો ડુંગર ભૂતકાળ બની જશે. પીરાણા લેન્ડફિલ લગભગ 84 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા રાજ્ય સરકાર અને અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ને વારંવાર ઠપકો મળ્યા બાદ થોડા વર્ષો પહેલા બાયો-માઇનિંગ પ્રોજેક્ટ (Bio mining project) શરુ કરવામાં આવ્યો હતો જેમાં લગભગ રૂ. 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેને કારણે કચરાની માત્રામાં ઘટાડો જોવા મળ્યો છે. કચરો 125 લાખ મેટ્રિક ટનથી ઘટીને માત્ર 20 લાખ મેટ્રિક ટન થઇ ગયો છે.

ઓગસ્ટ 2020માં NGTએ પિરાણાના કચરાના ઢગલાનો અંત લાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2023 નક્કી કરી હતી. હવે AMCનું કહેવું છે કે પીરાણાના કચરાના ઢગલાને સમાપ્ત કરવા માટે 30 થી 50 દિવસનો સમય લાગશે.
પીરાણા ડમ્પ સાઈટ 1980 માં અસ્તિત્વમાં આવી હતી. 2020 સુધીમાં અહીં અંદાજિત 125 લાખ મેટ્રિક ટન કચરાના ઢગલા થઈ ગયા હતા, જેને કારણે પર્યાવરણ અને નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે, આજે દરરોજ 5,243 મેટ્રિક ટન અવિભાજિત કચરો પીરાણા ડમ્પ સાઇટ પર પહોંચે છે.


વર્ષ 2019 માં AMC એ 40 ટ્રોમેલ મશીનો તૈનાત કર્યા હતા અને ધીમે ધીમે સંખ્યા વધારીને 60 કરી હતી, દરેક મશીન દરરોજ 300 ટન કચરાને અલગ કરી શકે અને પ્રોસેસ કરી શકે છે. જેમાંથી 10 મોટા ટ્રોમેલ મશીનો હતા. આમ કુલ મળીને દરરોજ આશરે 40,000 ટન કચરો પ્રોસેસ કરી શકે છે. AMC દાવો કર્યો છે કે ગણતરી મુજબ સાઇટ પર પડેલો છેલ્લો 20 લાખ ટન કચરો 15 દિવસ લેશે, પરંતુ છતાં અમે 30 થી 50 દિવસનો અંદાજ રાખ્યો છે.
હાલ ત્રણ ખાનગી કંપનીઓ વેસ્ટ પ્રોસેસિંગ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button