નેશનલ

પ્રેમ માટે ફરાહ બની જાનકી…………..

બરેલી: બરેલીના ભુટા પોલીસ સ્ટેશન વિસ્તારની ફરાહ અંસારીએ પ્રેમ માટે ધર્મપરિવર્તન કરીને ફરાહમાંથી જાનકી બની અને પોતાના પ્રેમી રામ સાથે શ્રી અયોધ્યા ધામમાં સાત ફેરા લીધા. બરેલીના ભુટા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી ફરાહ અંસારીને એક હિન્દુ છોકરા સાથે પ્રમ થયો પરંતુ તે મુસ્લિમ હોવાના કારણે તેમના લગ્ન માટે પરિવારના સભ્યો અને તેમનો સમાજ તૈયાર નહોતો થતો. આથી તેણે પોતાના પ્રેમ માટે ધર્મપરિવર્તન કરવાનું નક્કી કર્યું. અને શ્રી અયોધ્યા ધામમાં લગ્ન કર્યા હતા. લગ્નની જાણ થતાં આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને ઢોલ વગાડીને બંનેનું સ્વાગત કર્યું હતું. રામ અને ફરાહ જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જાનકીએ બરેલીના ભુટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે કે તેના પરિવારના સભ્યોથી તેને જીવનું જોખમ છે. અને પોલીસને રક્ષણ આપવા વિનંતી કરી છે.

રામ અને જાનકીની પ્રેમ કહાની એવી છે કે બંને આઠમા ધોરણમાં હતા અને એકબીજાથી લગાવ થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ તે બંને અલગ-અલગ સ્કૂલમાં ભણવા લાગ્યા. હાઇસ્કૂલ બાદ ફરાહના ઘરના લોકોએ તેને આગળ ભણવાની પરવાનગી ના આપી અને તેનું ભણવાનું બંધ કરાવી દીધું. પરંતુ રામ અને ફરાહ કોઈપણ રીતે એકબીજાના કોન્ટેકમાં હતા. રામ એમએ સુધી ભણ્યો અને પગભર થયો ત્યારબાદ તે બંને એ લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ હજુ તેમની સામે ફરાહનો પરિવાર અને સમાજ એમ બંને દિવાલ બનીને ઊભા હતા. જ્યારે ફરાહના પરિવારને આ પ્રેમ વિશે જાણ થઈ ત્યારે ગમે તે રીતે ફરાહને બીજે ક્યાં. પરણાવી દેવા માટે પણ બળજબરી કરવામાં આવી પરંતુ ફરાહ સહાજ પણ ડગી નહી. તેમજ ઘણા દિવસો સુધી ફરાહને એક રૂમાં બંધ રાખવામાં આવી અને તેને માર પણ માર્યો પરંતુ ફરાહ કોઈ પણ સંજોગોમાં માની નહી.


આ ઘટનાની જાણ થતા જ રામ ફરાહના ઘરે પહોંચ્યા અને મારપીટનો વિરોધ કર્યો. પરિવારથી કંટાળીને ફરાહ શનિવારે સવારે 11 વાગે તેના પ્રેમી રામ સાથે ભુટા પહોંચી અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બંનેએ પોલીસ સ્ટેશનની સામે આવેલા શ્રી અયોધ્યા ધામ મંદિરમાં લગ્ન કર્યા હતા. રામે મંદિરમાં જાનકીની માંગમાં ભગવાનને સાક્ષીએ સિંદૂર ભર્યું તેમજ તમામ હિંદુ રીતિ-રિવાજ મુજબ ધાર્મિક વિધિઓ કરી લગ્ન કર્યા. આ દરમિયાન નજીકના લોકો અને પોલીસ ત્યાં હાજર રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button