આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈમાં ઘણી જગ્યાએ બ્લાસ્ટ થશે…આવ્યો ધમકીભર્યો ફોન, પોલીસ આરોપીની શોધમાં…

મુંબઈ: મુંબઈમાં ઘણી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થશે એવો ધમકીભર્યો કોલ આવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી છે. મળતા અહેવાલો મુજબ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો જેમાં ફોન કરનારે કહ્યું હતું કે મુંબઈમાં ઘણી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થવાના છે. અને તરત જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. પોલીસે તરત જ શંકાસ્પદની શોધ શરૂ કરી દીધી છે તેમજ વિવિધ સ્થળોએ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુંબઈ પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મુંબઈ પોલીસને શનિવારે એટલેકે 30 ડિસેમ્બરના સાંજે લગભગ 6 વાગ્યે એક ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે ઘણી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થવાના છે. ત્યારબાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ હજુ સુધી શંકાસ્પદ વિશે કોઈ માહિતી મળી નથી.


મુંબઈમાં બ્લાસ્ટની આ કોલ નવા વર્ષની ઉજવણીના એક દિવસ પહેલા જ આવ્યો હોવાથી આ અંગે પોલીસ વધુ સતર્ક બની છે. ઉલ્લેખનીય છે કે આજે લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. ત્યારે મુંબઈ જેવા મોટા શહેરો દિલ્હી, ચેન્નાઈ, બેંગલોર, હૈદરાબાદ, કોલકાતામાં પણ નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. અત્યારે દરેક જગ્યાએ પોલીસ બહુજ સતર્ક હોય છે. દિલ્હીમાં પણ પોલીસ બે દિવસથી વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે. દિલ્હીમાં આવતી અને દિલ્હીથી બહાર જતી ટ્રેનોની તપાસ કરવામાં આવી રહી છે. તેવા સમયે આ કોલ આવતા મુંબઈ પોલીસ એકદમ સજાગ થઈને ધ્યાન રાખી રહી છે. અને કોલ કરનારની શોધખોળ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button