Boeing-ના Max 737 મોડલમાં એક નટ લૂઝ, કંપનીએ એરલાઈન્સને તપાસ કરવા જણાવ્યું
નવી દિલ્હી: એરપ્લેન મેન્યુફેક્ચરિંગ કંપની બોઇંગ(Boing aircrafts)એ શુક્રવારે એક નિવેદન બહાર પાડ્યું, જેનાથી એરલાઈન્સ કંપનીઓ અને પેસેન્જરોની ચિંતામાં વધારો થયો છે. બોઇંગે કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે કંપનીના એક Mac 737 એરક્રાફ્ટમાં સમસ્યા જોવા મળી હતી, જેને સુધારી લેવામાં આવી છે… અને અન્ય એરલાઈન્સને પણ તેમની પાસે રહેલા આ એરક્રાફ્ટની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતમાં ત્રણ એરલાઇન કંપનીઓ બોઇંગ 737 મેક્સ પેસેન્જર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. બોઇંગને એરક્રાફ્ટમાં બોલ્ટ લૂઝ હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ, સલામતી સુનિશ્ચિત કરવા માટે અન્ય એરક્રાફ્ટમાં પરીક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે.
ભારતના એવિએશન રેગ્યુલેટર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બોઇંગ 737 મેક્સ પેસેન્જર એરક્રાફ્ટનું સંચાલન કરતા Akasa, Air India Express અને SpiceJet સાથે સંપર્કમાં છે.
અગાઉ, યુએસ એવિએશન રેગ્યુલેટર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે લૂઝ નટ્સ અને બોલ્ટ્સ માટે બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટની નજીકથી દેખરેખ રાખી રહ્યું છે.
DGCAએ કહ્યું છે કે તે FAA અને બોઇંગના સંપર્કમાં છે અને હાલમાં જે તપાસ કરવામાં આવી રહી છે તે ફ્લાઇટની સલામતીને સુનિશ્ચિત કરવા માટે નિયમિત પ્રક્રિયાનો એક ભાગ છે. મેક્સ 737 સાથે સતત સમસ્યા રહી છે અને બોઇંગ દ્વારા સમયાંતરે એરલાઇન ઓપરેટરોમાટે જાહેર કરવામાં આવેલું વધુ એક સર્વિસ બુલેટિન છે.