Farmers: 10 દિવસમાં 25 ખેડૂતોની આત્મહત્યા, આક્રોષ મોરચા દરમીયાન શરદ પવારનો આક્રોષ
પુણે: મહારાષ્ટ્રના ખેડૂતોનું દુ:ખ અને તેમનો અવાજ દિલ્હી સુધી પહોંચે તે માટે સાંસદ અમોલ કોલ્હેએ આક્રોશ મોરચો કાઢ્યો હતો. ખેડૂતો અસ્વસ્થ છે, દસ દિવસમાં યવતમાળ, અમરાવતી, વાશિમ અને વર્ધામાં 25 ખેડૂતોએ આત્મહત્યા કરી છે એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું.
કાંદાના ઉત્પાદક ખેડૂતો સંકટમાં છે, દૂધ સંગઠનો પણ સંકટમાં છે. સોયાબીન, કપાસ આ લોકો પણ હાલમાં ખૂબ મૂશ્કેલીમાં છે. આ બધુ જોઇને લાગી રહ્યું છે કે આ ખેડૂતો જીવે છે કઇ રીતે? પણ જો આ પ્રશ્ન સરકાર સામે મૂકવાનો પ્રયાસ કરીએ છીએ તો સરકાર આ બિચારા ખેડૂતો સામે જોવા પણ તૈયાર નથી. એવી ટીકા શરદ પવારે કરી હતી. મહાવિકાસ આઘાડી દ્વારા આયોજીત ખેડૂત આક્રોષ મોરચાનું પુણેમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મોરચામાં શરદ પવારે સરકારની ટીકા કરી હતી.
શરદ પવારે વધુમાં કહ્યું કે, તમારો આજનો આ મોરચો પુણે સુધી જ મર્યાદિત ન રહ્યો નથી. તેનો અવાજ અને તેનો સંદેશો આખા દેશમાં ગયો છે. દિલ્હીની સંસદ, નાગપૂર, કલકત્તા જેવા અનેક સ્થળોએ તમારી વાત પહોંચી છે. જેને કારણે બધા જ ખેડૂતોમાં એક જાગૃતિ આવી છે. આ સામૂહિક જાગૃતિની શક્તી સાથે આપણે બદલાવ લાવી શકીશું. અને એ બદલાવ લાવવાનો સંકલ્પ શિવછત્રપતિની જન્મભૂમીથી કરી રહ્યા છીએ તેથી આપણને 100 ટકા સફળતા મળશે એવો મને વિશ્વાસ છે.
શરદ પવારે તે પોતે જ્યારે કૃષિ પ્રધાન હતાં ત્યારનો એક કિસ્સો જણાવતા કહ્યું કે, મેં જ્યારે કૃષિ પ્રધાન પદની શપથ લીધી ત્યારે પહેલો પત્ર આવ્યો કે અમેરિકાથી આટલું અનાજ આપડાં દેશમાં લાવવાનું છે. તે માટે સહી કરવી પડશે. ત્યારે મેં કહ્યું તે, કૃષિ પ્રધાન દેશ અને અનાજ પરદેશથી લાવવાનું. વડા પ્રધાને કહ્યું કે, ફાઇલ પર સહિ કરો અને ન છૂટકે સહિ કરવી પડી અને અનાજ વિદેશમાંથી મંગાવવું પડ્યું. ત્યારે મેં નક્કી કર્યું કે આ ચિત્ર બદલીશ અને મેં એ બદલ્યું પણ.
ખેતીના કાચામાલની કિંમત, ખાતરની કિંમત ઓછી કરી. જેને કારણે ખેડૂતોના માથાનું ભારણ ઓછું થયું. તેમનું દેવું માફ કર્યું અને તેના પરિણામ સ્વરુપે દેશવાસીઓને જોઇએ એટલું અનાજ આ ખેડૂતોએ પૂરું પાડ્યું. અને વિશ્વના 18 દેશોને અનાજ પૂરું પાડવાનું કામ પણ આ ખેડૂતોએ એ સમયે કર્યું હતું. અને એ જ આપડાં ખેડૂતોની તાકત છે એમ શરદ પવારે કહ્યું હતું.