SA vs NZ Test: સાઉથ આફ્રિકાનો આશ્ચર્યજનક નિર્ણય, આ અનકેપ્ડ ખેલાડીને બનાવ્યો ટેસ્ટ કેપ્ટન
Test cricket: સાઉથ આફ્રિકાનો આશ્ચર્યજનક નિર્ણય, આ અનકેપ્ડ ખેલાડીને બનાવ્યો ટેસ્ટ કેપ્ટન
જોહાનિસબર્ગ: તાજેતરમાં સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને માત્ર ત્રણ દિવસમાં એક ઇનિંગ્સ અને 32 રનથી હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકા(South Africa)ની ટીમમાં આશ્ચર્યજનક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની અગામી બે ટેસ્ટ મેચ (Test Cricket)ની શ્રેણી માટે 14 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે નીલ બ્રાન્ડ (Neil Brand) નામના યુવા ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેણે પોતાની કારકિર્દીની હજુ એક પણ આંતરરાષ્ટ્રીય નથી રમી, હવે તે કેપ્ટન તરીકે ડેબ્યુ કરશે.
નીલ બ્રાન્ડ ટેસ્ટ ઈતિહાસના એવા ખેલાડીઓમાં સામેલ થશે જેમણે કેપ્ટન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોય. ટીમમાં મોટા ફેરફારો એટલા માટે કરવામાં આવ્યા છે કારણ કે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ અને દક્ષિણ આફ્રિકાની ટોચની T20 ટૂર્નામેન્ટમાં એક જ સમયે છે. ટીમના પ્રથમ હરોળના ખેલાડીઓ T20 ટૂર્નામેન્ટમાં પોતપોતાની ફ્રેન્ચાઈઝી ટીમો માટે રમશે.
ભારત સામે રમી રહેલી દક્ષિણ આફ્રિકાની વર્તમાન ટીમમાં સામેલ ડેવિડ બેડિંગહામ અને કીગન પીટરસન પણ ન્યૂઝીલેન્ડ સામે રમી રહેલી ટીમનો ભાગ હશે. સાથે જ ડુઆન ઓલિવર અને ડેન પીટ જેવા અનુભવી ખેલાડીઓ પણ આ ટીમમાં હશે. પ્રથમ ટેસ્ટ મેચ 4 ફેબ્રુઆરીથી માઉન્ટ મૌંગાનુઈમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ
બીજી તરફ સાઉથ આફ્રિકા T20 ટૂર્નામેન્ટ 20 જાન્યુઆરીથી રમાશે. ફાઈનલ મેચ 10મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ચોક્કસપણે આ શ્રેણી દક્ષિણ આફ્રિકા માટે એક મોટો પડકાર બની રહેવાની છે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ(WTC)નો એક ભાગ છે.
ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકાની 14 સભ્યોની ટીમ નીચે મુજબ છે:
નીલ બ્રાન્ડ (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, રુઆ ડી સ્વાર્ટ, ક્લાઈડ ફોર્ટ્યુઈન, ઝુબેર હમઝા ટેપો મોરાઈકી, મિલાલી પોંગવાના, ડુઆન ઓલિવર, ડેન પીટરસન, કીગન પીટરસન, ડેન પીટ, રેનાર્ડ વોન ટોન્ડર, શોન વોન બર્ગ, કહાયા ઝોન્ડો