ઉત્સવ

લોકો એમને ‘એક રાતમાં ચાલ બાંધનારા છબિલદાસ’ તરીકે ઓળખતા હતા

મુંબઈમાં તે વખતે એવો રિવાજ હતો કે પારસી અને ગુજરાતી શ્રીમંત શેઠિયાઓ પોતાના છોકરાને તેરથી પંદર વર્ષની વયે સર્વ પ્રથમ અંગ્રેજી કંપનીમાં કારકુન કે ગોડાઉનકીપર તરીકે મૂકતા

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

(ગતાંકથી ચાલુ)
આવતા જૂન મહિનાની ૨૩મી તારીખે વર્તમાન મુંબઈ શહેરની સ્થાપનાને ૩૩૦ વરસો પૂરા થશે ત્યારે એ હકીકતની યાદ કરવાની રહે છે કે મુંબઈને મહાનગર બનાવનાર ગુજરાતીઓ છે. ૩૩૦ વરસોના લાંબા ગાળામાં મુંબઈના સર્વાંગ વિકાસમાં ગુજરાતીઓનો સિંહફાળો રહ્યો છે.

આજે પણ એક ગુજરાતી એવા છે કે મુંબઈના મરાઠી લોકો તેમને પ્રેમથી યાદ કરે છે. એ ગુજરાતી છે છબિલદાસ લલ્લુભાઈ. છબિલદાસ લલ્લુભાઈ મુંબઈથી ભાદર સુધી મિલકત ધરાવતા હતા અને મીરા રોડ, ભાઇંદર અને ઘોડબંદર ગામોના માલિક હતા.

કેન્હેરી ગુફા પણ એમની મિલકતના એક ભાગરૂપે હતી. થાણે જિલ્લામાં એમની માલિકીની બધું મળીને ૧૬ હજાર એકર જમીન હતી.

છબિલદાસ લલ્લુભાઈનો જન્મ મુંબઈમાં ૧૮૩૯ થયો હતો. એમના દાદાજી જયરામદાસ રઘુનાથદાસ ટીપુ
સુલતાન સામે લડનાર બ્રિટિશ ફોજમાં હતા. છબિલદાસ માત્ર તેર વર્ષની વયે કારકુન તરીકે મુંબઈની અંગ્રેજ કંપની મેસર્સ કટલર, પામર એન્ડ કંપનીમાં માસિક પંદર રૂપિયાના પગારે જોડાયા હતા.
મુંબઈમાં તે વખતે એવો રિવાજ હતો કે પારસી અને ગુજરાતી શ્રીમંત શેઠિયાઓ પોતાના છોકરાને તેરથી પંદર વર્ષની વયે સર્વ પ્રથમ અંગ્રેજી કંપનીમાં કારકુન કે ગોડાઉનકીપર તરીકે મૂકતા. થોડાંક વરસો સુધી અનુભવ લઈ પછી પોતાનો સ્વતંત્ર વ્યવસાય વ્યાપાર શરૂ કરતા હતા.

સર કાવસજી જહાંગીર રેડીમની પહેલાએ પણ પોતાની કારકિર્દીનો પ્રારંભ અંગ્રેજી કંપનીના ગોડાઉનકીપર તરીકે કર્યો હતો. છબિલદાસે પણ થોડાંક વરસોનો અનુભવ લઈ
થોડાંક દેશી વહાણો કે જેને ‘પદાન’ કહેવામાં આવતાં હતાં તે ખરીદી લઈને મુંબઇ બંદરે આવતાં મોટાં વહાણોમાંથી માલ ઉતારવાનો અને વહાણોમાં માલ ચઢાવવાનો વ્યવસાય
શરૂ કર્યો.

આ વ્યવસાય ચાલી નીકળ્યો એટલે કલકત્તા અને ચીન માટે ફ્રેઈટ બ્રોકર તરીકે કામ કરનાર ઘેલાભાઈ સાથે ભાગીદારી કરી. ત્યાર પછી ૧૮૬૪માં છબિલદાસ મેસર્સ બ્લે એન્ડ મેકિનટોસના ફ્રેઈટ બ્રોકર બન્યા અને પાછળથી એ કંપનીના વડા બની ગયા. ધંધામાં જેમ જેમ સમૃદ્ધ થતા ગયા તેમ તેમ જમીન-જાયદાદ ખરીદતા ગયા.

છબિલદાસે તે જમાનામાં પણ બિલ્ડર તરીકે સાહસ ખેડયું હતું અને લોકો એમને ‘એક રાતમાં ચાલ બાંધનારા છબિલદાસ’ તરીકે ઓળખતા હતા. વાત એમ બની હતી કે છબિલદાસ નળબજાર ખાતે એક ચાલ ધરાવતા હતા.

૧૮૭૦ના નવેમ્બરની ૨૪મી તારીખે, એકાએક આગ ફાટી નીકળી અને આખેઆખી ચાલ બળીને રાખ થઈ ગઈ. છબીલદાસને રૂા. ૫૨ હજારનું નુકસાન એમાં થવા પામ્યું. છબીલદાસે એ જ જગ્યાએ નવી ચાલ બાંધવા મ્યુનિસિપલ કમિશનર શ્રી આર્થર ક્રોફોર્ડ પાસે પરવાનગી માગી, પરંતુ એમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.

ઈન્કાર તો કર્યો જ, પણ ઉપરથી એ જમીન સરકારની માલિકીની છે એવો દાવો કર્યો. છબિલદાસ ડરી જાય એવા માણસ નહોતા.

એમણે રાત પડે પહેલાં છૂપી રીતે આખી ચાલ બાંધી
શકાય એટલી સામ્રગી ભેગી કરવાની સાથે ચાલ બાંધનારા કડિયા, સુથાર, એવા કારીગરો અને મજૂરો ભેગા કરી
દીધા. રાત પડતાંની સાથે જ ચાલ બાંધવાનું શરૂ કરી દીધું અને બીજા દિવસની સવાર ઊગી ત્યારે તો ચાલ બંધાઈને તૈયાર હતી.

જ્યારે મુંબઈ શહેરમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે મુંબઈ છોડી જનારાઓ માટે ગોરેગાંવ ખાતે પોતાની જમીનમાં છાવણીની વ્યવસ્થા છબિલદાસે કરી આપી હતી.

પ્લેગ પછી મુંબઈ ઇલાકામાં મોટો દુકાળ પડ્યો તો
દુકાળના કારણે અનાથ બની ગયેલાઓ માટે રહેવા, પહેરવા, ખાવાની વ્યવસ્થાનો એક વરસનો ખર્ચ છબિલદાસે ઉપાડ્યો હતો.

છબિલદાસને બે પુત્રો અને એક પુત્રી એમ ત્રણ સંતાનો હતાં. પુત્રી ભાનુમતીનાં લગ્ન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા સાથે કર્યાં હતાં. મોટો પુત્ર રામદાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એમ.એ. હતો.
એમણે નાગપુર ખાતે બેરિસ્ટર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એમનો બીજો પુત્ર કરસનદાસ ઈન્ડિયન સિવિલ સર્વિસ માટે ઇંગ્લેન્ડ ગયો હતો, પણ નાદુરસ્ત તબિયતના કારણે બેરિસ્ટર થઈને ૧૮૮૮ના નવેમ્બરમાં મુંબઈ આવી પ્રેક્ટિસ શરૂ કરી હતી. ભુલેશ્ર્વર વોર્ડમાંથી મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં ચૂંટાઈ આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા