સ્પોર્ટસ

યુએઇ સામે પ્રથમ ટી-૨૦માં અફઘાનિસ્તાનનો ૭૨ રનથી વિજય, ગુરબાઝની આક્રમક સદી

શાહજાહ: શારજાહમાં અફઘાનિસ્તાન અને યુએઇ વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમાઈ રહી છે. તેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને ૭૨ રનથી શાનદાર જીત નોંધાવી હતી. અફઘાનિસ્તાન માટે રહમાનુલ્લાહ ગુરબાઝે તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે આક્રમક બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ મેચ માટે ગુરબાઝને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અવોર્ડ અપાયો હતો.

ઓપનિંગ બેટ્સમેન ગુરબાઝે ૫૨ બોલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં તેણે સાત ફોર અને સાત સિક્સર ફટકારી હતી. ગુરબાઝની આ ઇનિંગના કારણે અફઘાનિસ્તાને યુએઇને ૨૦૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૪૩ બોલમાં ૫૯ રન ફટકાર્યા હતા. અઝમતુલ્લાહે આઠ બોલમાં અણનમ ૧૯ રન ફટકાર્યા હતા.

ટાર્ગેટનો પીછો કરવા આવેલી યુએઇની ટીમ ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૩૧ રન જ કરી શકી હતી. તેના માટે અરવિંદે શાનદાર બેટિંગ કરી હતી. તેણે ૬૪ બોલમાં અણનમ ૭૦ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે સાત ફોર અને એક સિક્સ ફટકારી હતી. કેપ્ટન મોહમ્મદ વસીમ ચાર રન કરીને આઉટ થયો હતો. બાસિલ હમીદ ૧૮ , સૂરી ૨૦ રન કરી અણનમ રહ્યા હતા. ટીમને ૭૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે ગુરબાઝ ટી-૨૦મા સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો ત્રીજો ખેલાડી બની ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button