આમચી મુંબઈ

આજે મુંબઈમાં ૧૦ જગ્યાએ ‘મેગા ડીપ ક્લીન’ ઝુંબેશ

મહિનાભરમાં ૧,૩૦૦ મેટ્રિક ટન કાટમાળ, ૧૮૩ મેટ્રિક ટન કચરો જમા, ૨૨,૨૭૭ કિ.મી. રસ્તાની સફાઈ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષના છેલ્લા દિવસે એટલે કે રવિવાર,૩૧ ડિસેમ્બરના મુંબઈમાં ૧૦ જગ્યાએ મુંબઈ ‘મેગા ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે. મુંઈમાં ચાલી રહેલી ‘ડીપ ક્લીનિંગ’ ઝુંબેશ હેઠળ પહેલી ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ના સમયગાળામાં ચાર વખત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ અભિયાન હેઠળ ૧,૩૦૦ મેટ્રિક ટન ડેબ્રીઝઅને ૧૮૩ મેટ્રિક ટન કચરો જમા કરીને તેના પર પ્રક્રિયા કરવામાં આવી હતી. તો લગભગ ૨૨,૨૭૭ કિલોમીટર અંતરના રસ્તાને પાણીથી ધોઈ કાઢવામાં આવ્યા છે.

‘મેગા ડીપ ક્લીન’ ઝુંબેશ હેઠળ રવિવારના ૧૦ ઠેકાણે સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવવાની છે. મુખ્ય પ્રધાનના હસ્તે સવારના નવ વાગે ગેટ વે ઓફ ઈન્ડિયાથી આ અભિયાનનો પ્રારંભ થશે. મુંબઈમાં આખા ડિસેમ્બર મહિનામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. એ દરમિયાન અત્યાર સુધી એટલે આખા મહિનામાં કુલ ૧,૩૦૦ મેટ્રિક ટન કાટમાળ, ૧૮૩ મેટ્રિક ટન કચરો ઉપાડવામાં આવ્યો હતો.

સંપૂર્ણ સ્વચ્છતા ઝુંબેશ માટે લગભગ ૫,૨૪૫ મનુષ્યબળ એક જ સમયે જુદા જુદા ઠેકાણે કામ કરી રહ્યા છે. જેસીબી, ડંપર, કૉમ્પેક્ટર, કચરો ભેગો કરનારા વાહન, પાણીના ટેન્કર એમ કુલ ૫૦૮વાહનો અને ફાયરેક્સ મશીન, મિસ્ટીંગ મશીન વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી થયેલા ચાર સ્વચ્છતા ઝુંબેશ અભિયાનમાં સંપૂર્ણ યંત્રણાની મદદથી લગભગ ૧,૩૦૦ મેટ્રિક ટન જમા કરેલા કચરા પર પ્રક્રિયા કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button