લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણીને લઈને કોંગ્રેસના નેતાની સંજય રાઉત પર ટીકા
મુંબઈ: મહારાષ્ટ્રમાં 2024ની લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ તૈયારીમાં ઉતરી ગઈ છે. 2024માં થનારી ચૂંટણીમાં એનસીપી, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જુથ ઈન્ડિયા ગઠબંધન તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે. હાલમાં કોંગ્રેસ અને શિવસેના ઠાકરે જુથ વચ્ચે ચૂંટણીની સીટ વહેંચણીને લઈને બંને પક્ષોના નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો.
મહારાષ્ટ્રના આગામી લોકસભાની ચૂંટણીમાં એનસીપી શરદ પવાર, શિવસેના ઠાકરે જુથ અને કોંગ્રેસ આ ત્રણેય પાર્ટીઓ મળીને ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે. પણ આ ત્રણે પાર્ટીઓના નેતા વચ્ચે વિવાદ સર્જાયો છે. હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શિવસેનાના વિધાન સભ્ય સંજય રાઉતે 23 સીટો પર પોતાનો દાવો કર્યો હતો. પણ આ દરમિયાન કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે દરેકને સમાન જગ્યા મળવી જોઈએ અને મુંબઈની ત્રણ જગ્યા પર પોતાનો દાવો કર્યો હતો. નિરૂપમના આ દવા પર સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભા માટે સીટ આપવાનો ફોર્મ્યુલા દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓથી ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવશે, એટ્લે અમે મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતા શું દાવો કરે છે જેના પર ધ્યાન આપતા નથી. એવું રાઉતે કહ્યું હતું.
સંજય રાઉતના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે રાઉત પર ટીકા કરી હતી. નિરૂપમે કહ્યું કે સ્થાનિક નેતાઓ બોલે નહીં એ વાતનો સંજય રાઉતને અહંકાર છે. રાઉતે જે પણ કહ્યું તે ખોટું હતું, મુંબઈ એ કોંગ્રેસની તાકાત છે. શિવસેનાના નેતાઓ સામે ઇડીની કાર્યવાહી ચાલી રહી છે એવો નેતા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી જાહેર કરવાનું કહી રહ્યો છે. તે જ ખિચડી ગોટાળામાં આરોપી છે, તેણે એક 1.60 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી, જેની તપાસ ચાલી રહી છે. આટલા બધા કેસ તેમની પર ચાલતા તેઓ શું જેલમાંથી અરજી ભરશે? એવી ટીકા નિરૂપમે શિવસેનાના અમોલ કીર્તિકરનું નામ ન લેતા કરી હતી.
સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ લેવાનું બંધ કરવું જોઈએ, તેમણે કોંગ્રેસના નેતાને સલાહ આપવાની જરૂર નથી. શિવસેનાને જે નેતા પાર્ટી છોડીને નથી ગયા તે ક્યારે ભાગી જશે તે રાઉતને ખબર નથી. શિવસેના કોંગ્રેસની મદદ સિવાય મુંબઈની ચૂંટણીમાં નહીં જીતી શકે. સંજય રાઉતે સામનામાં લેખ લખીને કોંગેસ અને એનસીપીના સંબંધોમાં ફૂટ કડી છે. એવી ટીકા નિરૂપમે કરી હતી.