Spaceથી કયું શહેર છે સૌથી વધુ નજીક? નથી જાણતા તો જાણી લો…

હેડિંગ વાંચીને તમે પણ ચકરાઈ ગયા ને? કે આવું તો વિચાર્યું જ નથી તો ડોન્ટ વરી આજે અમે અહીં તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. આ સવાલનો જવાબ છે દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં વસેલું શહેર લા રિનકોનાડા શહેર એ દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું શહેર છે, જેની ઉંચાઈ 5500 મીટર જેટલી છે. એટલું જ નહીં પણ આ લા રિનકોનાડા શહેરને સ્પેસની સૌથી નજીકમાં આવેલું શહેર પણ ગણવામાં આવે છે.
દુનિયામાં સૌથી ઊંચી જગ્યાની વાત કરીએ તો તે માઉન્ટ એવરેસ્ટ છે અને તેની ઉંચાઈ આશરે 8849 મીટર છે. જ્યારે ભારતની સૌથી ઊંચી જગ્યાની વાત કરીએ તો તે કંચનજંગા છે, જે સિક્કીમમાં નેપાળ અને ભારતની બોર્ડર પર આવેલું છે અને તેની ઉંચાઈ 8586 મીટર છે. પરંતુ શું તમને ખબર છે દુનિયાનું સૌથી ઊંચુ શહેર કયુ છે?
દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં વસેલું શહેર લા રિનકોનાડા શહેરની ગણતરી દુનિયાના સૌથી ઉંચા શહેરમાં કરવામાં આવે છે જે 5500 મીટરની ઉંચાઈ પર આવેલું છે અને તેને સ્પેસની સૌથી નજીકમાં આવેલું શહેર પણ માનવામાં આવે છે. આ શહેર સમુદ્રતળથી 16,000 ફૂટ છે. પેરુના એન્ડિઝમાં માઉન્ટ અનાનિયાની ઉપર વસેલું છે. આખું વર્ષ આ જગ્યાનું તાપમાન મોટાભાગે માઈનસમાં હોય છે.
લા રિનકોનાડા શહેર એક સોનાની ખાણની નજીક આવેલું છે અને એવું કહેવાય છે કે આ સોનાના ખાણિયાઓની સૌથી જૂની વસતી છે આજે પણ લોકો અહીં સોનુ લેવા માટે આવે છે. આ શહેરની વસતી આશરે 60,000ની આસપાસ છે. 2000ની સાલ બાદ આ શહેરમાં 200 ટકા જેટલો વથધારો જોવા મળ્યો છે. આ શહેર એટલી ઉંચાઈ પર આવેલું છે તે અહીં ઓક્સિજનનું લેવલ ખૂબ જ ઓછું છે. સામાન્ય વિસ્તારની સરખામણીએ લા રિનકોનાડામાં 50 ટકા જેટલું ઓછું ઓક્સિજન છે. અહીં રહેનારા લોકોના શરીર આટલા ઓછા ઓક્સિજનમાં જીવિત રહી શકે છે, પણ જો કોઈ બહારથી આવે તો એનો ચોક્કસ જ મુશ્કેલી થઈ શકે છે.
છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ ફેક્ટ? હવે તમને જો કોઈ પણ સવાલ પૂછે તો ચોક્કસ જ આ જવાબ આપજો.