મનોરંજન

અમિતાભ બચ્ચને ભાડે આપેલી ચાર ઓફિસનું ભાડું સાંભળી ચોંકી જશો

મુંબઈ : બૉલીવૂડના બિગ બી અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) મુંબઈની એક બિલ્ડિંગ ચાર ઓફિસ યુનિટ ખરીદ્યા હતા. બિગ બીએ ખરીદેલી આ ઓફિસને હવે એક કંપનીને 17.30 લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડે આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

મહત્વની વાત એ છે કે મુંબઈના અંધેરીમાં આવેલી આ સિગ્નેચર બિલ્ડિંગમાં બૉલીવૂડના અભિનેતા કાર્તિક આર્યન, મનોજ બાજપાઈ, સારા અલી ખાન, અજય દેવગન અને કાજોલે પણ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ બિલ્ડિંગમાં ફક્ત ચાર ઓફિસનું ભાડું આટલું બધુ હોવાથી આ બિગ બીની આ પ્રોપર્ટી ચર્ચામાં આવી છે.

અમિતાભ બચ્ચને ભાડે આપેલી આ જગ્યાના કોન્ટ્રેક મુજબ ભાડામાં દર ત્રણ વર્ષ બાદ વધારો કરવામાં આવવાનો છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી. બચ્ચન દ્વારા કરવામાં આવેલા કોન્ટ્રેકથી તેમને આગામી ત્રણ વર્ષમાં 2.07 કરોડનું ભાડું દર વર્ષે મળવાનું છે. કોન્ટ્રેક પ્રમાણે દર ત્રણ વર્ષ બાદ ભાડા વધારાને ધ્યાનમાં રાખે તો આગામી ચોથા અને પાંચમા વર્ષમાં આ ભાડાની રકમ વધીને 2.38 કરોડ જેટલી પહોચી જશે.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ અમિતાભ બચ્ચને અંધેરીના ઓશીવારામાં આવેલી લોટસ સિગ્નેચર બિલ્ડિંગમાં 28.73 કરોડમાં ચાર ઓફિસ યુનિટ ખરીદ્યા હતા. બીગ બી એ ખરીદેલા આ ઓફિસને હવે વોર્નર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને 17.30 કરોડ રૂપિયાના દર મહિનાના ભાડા પર આપવામાં આવી છે.

28 માળાની આ ઇમારતના 21માં માળા પર 18,180 ચોરસ ફૂટ કાર્પેટ એરિયાની આ ઓફિસ છે. એટ્લે કે વોર્નર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 170 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે આ જગ્યા ભાડા પર લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button