આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરેને 22 જાન્યુઆરીનું આમંત્રણ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે તેમને હજી સુધી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામ લલ્લાના પ્રતિષ્ઠાપન કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી.

તેમણે એમ પણ ભારપુર્વક કહ્યું હતું કે તેમને રામ લલ્લાના દર્શન માટે ઔપચારિક આમંત્રણની આવશ્યકતા નથી. રામ લલ્લા બધાના છે. તેઓ ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની મુલાકાત ગમે ત્યારે લઈ શકે છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ શુભપ્રસંગ માટે રાજ્યના વિવિધ રાજકીય નેતાઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે.

ઠાકરેએ કહ્યું હતું કે શિવસેનાએ રામ જન્મભૂમિની ચળવળ માટે લાંબો સંઘર્ષ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમના પિતા અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો મતાધિકાર રામ મંદિરનો પ્રચાર કરવા બદલ અને હિન્દુત્વનો પ્રચાર કરવા બદલ છીનવી લેવામાં આવ્યો હતો.

મને હજી સુધી આમંત્રણ મળ્યું નથી. મારે આમંત્રણની જરૂર નથી કેમ કે રામ લલ્લા બધાના છે. મને જ્યારે જવા જેવું લાગશે ત્યારે હું ત્યાં જઈશ, એમ તેમણે કહ્યું હતું અને યાદ અપાવ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ અયોધ્યાની મુલાકાતે ગયા હતા.તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમને રાજકીય પ્રસંગ બનાવી નાખવામાં ન આવે એટલી અપેક્ષા રાખું છું.

તેમના વજનથી બાબરી તૂટી ગઈ હશે: ઉદ્ધવ ઠાકરેની ફડણવીસ પર આકરી ટીકા

મુંબઈ: એનસીપીના અજિત પવાર જૂથને શનિવારે મોટો ફટકો પડ્યો હતો, અજિત પવારના અત્યંત નજીકના નેતા અને માવળ મતદારસંઘના કાર્યકર્તા સંજય વાઘોરેએ શિવસેના (યુબીટી)માં પ્રવેશ કર્યો હતો અને તેમને ઉદ્ધવ ઠાકરેએ શિવબંધન બાંધ્યું હતું. આ પ્રસંગે તેમણે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની બાબરી ધ્વંસ અંગેના દાવાની હાંસી ઉડાવતાં કહ્યું હતું કે ફડણવીસના વજનથી જ બાબરી કદાચ તૂટીને પડી ગઈ હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button