Gujarat: GIFT Cityને ગિફ્ટ મળ્યા બાદ થયા રૂ. 500 કરોડના સોદા
ગાંધીનગરઃ દારબંધીવાળા ગુજરાતના ગિફ્ટ સિટી અટલે કે ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં અમુક શરતોને આધીન રહી લીકર પરમિટ આપવાની જાહેરાતે હેડલાઈન્સ બનાવી હતી ત્યારે હવે એક અખબારી અહેવાલ અનુસાર આ જાહેરતના પાંચ દિવસમાં ગિફ્ટ સિટીમાં લગભગ રૂ. 500 કરોડના જમીન સોદા થઈ ગયા છે કે થવાની તૈયારીમાં છે.
ગિફ્ટ સિટીમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા અને બિઝનેસને વેગ મળે તે હેતુંથી દારૂની છૂટ આપવામાં આવી છે. દારૂબંધી હળવી થતાંની સાથે જ ગિફ્ટ સિટીમાં ફક્ત પાંચ દિવસમાં જ 500 કરોડ રૂપિયાના સોદા થયા છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીઓ અને બેન્કિંગ સેક્ટર્સની કચેરીઓના કાયમી કર્મચારીઓ તથા તેમના માન્ય મુલાકાતીઓને કેટલીક શરતોને આધીન ગિફ્ટ સિટીમાં જ વાઈન અને ડાઈનની છૂટ આપવાનો નિર્ણય લીધો છે.
જેના કારણે લાંબા સમયથી અટવાયેલા કેટલાક પ્રોપર્ટીના કામકાજને વેગ મળ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં થયા છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ બાદ 500 કરોડ રૂપિયાના કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીના 300 જેટલા યુનિટના સોદા થયા છે અને પ્રોપર્ટી માટેની પૂછપરછમાં 500 ટકાનો વધારો થયો હોવાનું અહેવાલ જણાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફાયનાન્સિયલ હબ બનવા જઈ રહેલા ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ કલ્ચર વિકસે તે જરૂરી છે.
ગુજરાતમાં મોટી કોર્પોરેટ કંપની ન આવવાનું એક કારણ દારૂબંધી માનવામાં આવે છે. સાંજે સાથે મળી ભોજન સાથે લીકર પીવાનું એક કલ્ચર કોર્પોરેટ જગતમા જોવા મળે છે, જે હવે ગિફ્ટ સિટીમાં પણ શક્ય બનશે. ગિફ્ટ સિટી બાદ હવે સુરતના ડાયમન્ડ બુર્સ અને અન્ય પર્યટન સ્થળોએ પણ આવી છૂટછાટ આપવામાં આવશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.