સ્પેશિયલ ફિચર્સ

આવું Wedding Invitation જોયું છે ક્યારેય? ના જોયું હોય તો જોઈ લો…

લગ્ન એ બે વ્યક્તિ નહીં પણ બે પરિવારોને એક કરે છે અને આ પ્રસંગ વર-વધુ બંને માટે તો ખુશીઓની સોગાત લઈને આવે જ છે પણ એની સાથે સાથે પરિવારના અન્ય સભ્યો માટે પણ એક ખાસ ક્ષણ હોય છે અને આ ક્ષણમાં તેઓ ખુશીથી ઝૂમે છે, નાચે છે અને ગાય છે. જોકે, લગ્નમાં ખર્ચ પણ એટલો જ થાય છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. અત્યાર સુધી આ લગ્નનો ખર્ચ વર અને વધુ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવતો હતો, પરંતુ શું થાય છે જ્યારે તમે કોઈ લગ્નમાં હાજરી આપવા પહોંચો અને તમારી પાસેથી જ વર અને વધૂ લગ્નનો ખર્ચ માંગે તો? સાંભળવામાં વિચિત્ર લાગે છે ને? પણ હાલમાં આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડમાં છે અને લોકો પણ આ ઘટના વિશે જાણીને એકદમ ચોંકી ઉઠ્યા હતા.

સામાન્યપણે લગ્નમાં આપણે લોકોને કંકોતરી મોકલીને આમંત્રણ આપીએ છીએ પણ એક કપલ એવું પણ છે કે જેણે 300 પાઉન્ડ 31 હજાર રૂપિયાથી વધુની કિંમતનો ટેગ લગાવીને ઈન્વિટેશન મોકલ્યું હતું અને આ જોઈને મહેમાનો ભડકી ઉઠ્યા હતા. લોકોએ તો વર-વધુને લાલચી સુધ્ધા કહી દીધા હતા અને એટલું જ નહીં તેમણે લગ્નમાં આવવાનો ઈનકાર પણ કર્યો હતો.


એક મહિલા કે જેને આ વિચિત્ર આમંત્રણ મળ્યું હતું તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ જ આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મારી સૌથી નજીકની મિત્રમાંથી એકના લગ્ન થવા જઈ રહ્યા છે અને તે પોતાના લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનો પાસેથી ચાર્જ વસુલી રહી છે. હું હંમેશાથી જાણતી હતી કે તે થોડી ચીપ છે, એટલે મને આશ્ચર્યમાં નહોતું થયું હતું પણ આ બિલકુલ યોગ્ય નથી. જોકે, એવું લાગે છે મારી જેમ 90 દાયકાના છોકરા-છોકરીઓએ પોતાના લગ્ન માટે મહેમાનો પાસેથી વધુમાં વધુ ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે, જે ખરેખર શરમજનક છે.


પોસ્ટમાં મહિલાએ લખ્યું હતું કે કાર્ડ પર ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા જેમાં પહેલું હતું કે હું લગ્નનાં આવી અને એના માટે કવર તરીકે 5400 રૂપિયાનો ચાર્જ લખ્યો હતો. બીજા ઓપ્શન તરીકે લખ્યું હતું કે હું માત્ર સમારોહમાં જ ભાગ લઈશ અને ત્રીજું વિકલ્પ હતું હું નહીં આવી શકું. વર-વધુ મહેમાનો પાસેતી ખાવાથી લઈને મ્યુઝિક અને ડેકોરેશન સહિતનો અન્ય ખર્ચ પણ માગી રહ્યા હતા.


મહિલાઓએ ખુલાસો કરતાં પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે જે મહેમાન વેન્યુ પર રોકાવવા માગતા હતા અને એ માટે તેમણે 8000 રૂપિયા રાતદીઠ ચાર્જ ચૂકવવો પડશે. ટૂંકમાં આવનારા મહેમાનોએ 16,000 રૂપિયાથી લઈને 31,000 રૂપિયા સુધી ચૂકવવા પડે એવા વિકલ્પ નવા વરઘોડિયાઓએ આપી હતી. છે ને એકદમ અજબ શાદી કી ગજબ કહાની…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button