રાશિફળસ્પેશિયલ ફિચર્સ

2024માં Rahu-Ketu આ રાશિના જાતકોને બનાવશે માલામાલ…

2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024ના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે અમે અહીં તમારા માટે આવા જ બે મહત્ત્વના ગ્રહોના ગોચરની વાત લઈને આવ્યા છીએ.

જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો દરેક ગ્રહ ટૂંક સમયમાં જ રાશિ પરિવર્તન કરતાં રહે છે અને નવા વર્ષમાં Rahu-Ketu પણ પોતાની રાશિ બદલી રહ્યા છે અને આ પરિવર્તનની ત્રણ રાશિ પર ખાસ અસર જોવા મળશે. એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નહીં ગણાય કે આવનારા નવા વર્ષમાં ત્રણ રાશિના જાતકોના ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે. આવો સમય વેડફ્યા જાણીએ કે કઈ છે એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે નવું વર્ષ શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યું છે.


પણ એ પહેલાં જાણી લઈએ કે આખરે રાહુ-કેતુ કઈ રાશિમાં બિરાજમાન રહેશે અને તેની શું અસર જોવા મળશે એની તો એમાં એવું છે કે નવા વર્ષમાં રાહુ-કેતુ રાશિ પરિવત્ન નથી કરતાં પણ તેમ છતાં તેઓ ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ કરાવશે અને શુભ સંયોગ પણ બનાવશે. તમારી જાણ માટે કે રાહુ મીન અને કેતુ કન્યા રાશિમાં બિરાજમાન રહેશે અને અન્ય ગ્રહના રાશિ પરિવર્તનને કારણે રાહુ-કેતુ કેટલીક રાશિઓને વિશેષ લાભ પહોંચાડી રહ્યા છે.


તુલાઃ

2024ના વર્ષમાં રાહુ-કેતુ તુલા રાશિના જાતકો માટે ધનના લાભનો યોગ બનાવી રહ્યા છે અને આ રાશિના લોકો પર રાહુ-કેતુના આશિષ બની રહેશે. તુલા રાશિના નોકરી કરી રહેલાં કે પછી કોઈ કોઈ વસ્તુની તૈયારી કરી રહેલાં લોકોને અપરંપાર સફળતા મળી રહી છે.

વૃષભઃ

આગળ વધીએ વાત કરીએ બીજી રાશિ વિશે તો આ રાશિ છે વૃષભ. આ રાશિના લોકોને રાહુ-કેતુની કૃપાથી બિઝનેસમાં વિશેષ લાભ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થવાના યોગ પણ બની રહ્યા છે.

કુંભઃ

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કુંભ રાશિના લોકોને પણ 2024માં રાહુ-કેતુની વિશેષ કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થવા જઈ રહી છે. આ રાશિના લોકો નવા વર્ષમાં મોટી સંખ્યામાં પૈસા રોકશે. વેપાર હોય કે નોકરી બંનેમાં આ રાશિના લોકોને પુષ્કળ લાભ થઈ રહ્યો છે. ટૂંકમાં 2024ના વર્ષમાં આ રાશિના લોકો માટે મોજા હી મોજા રહેશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button