સ્પોર્ટસ

IND vs SA: દક્ષિણ આફ્રિકાનો આ ફાસ્ટ બોલર કેપટાઉન ટેસ્ટમાંથી બહાર, ટીમ ઈન્ડિયાને થશે ફાયદો

કેપ ટાઉન: પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ઇનિંગ અને 32 રને હરાવનાર દક્ષિણ આફ્રિકાની ટીમને ફરી મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન ટેમ્બા બાવુમા બાદ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી પણ કેપટાઉન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 23 વર્ષીય ગેરાલ્ડ કોએત્ઝીને સમસ્યા થઈ હતી. કોએત્ઝીની ગેરહાજરીથી ભારતને ફાયદો થઈ શકે છે. પ્રથમ ટેસ્ટ દરમિયાન બોલિંગ કરતી વખતે કોએત્ઝીના પેલ્વિસમાં સોજો આવ્યો હતો. ત્રીજા દિવસે તકલીફમાં વધારો થયો હતો. કોએત્ઝીએ પ્રથમ ઇનિંગમાં માત્ર એક જ વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં માત્ર પાંચ રન આપ્યા હતા. કોએત્ઝી ભલે પ્રથમ ટેસ્ટમાં વધુ વિકેટ ન લઈ શક્યો હોય પરંતુ તેની બોલિંગ ઘણી અસરકારક રહી હતી.

દક્ષિણ આફ્રિકાએ આ બીજી ટેસ્ટ મેચ માટે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. ભારત સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણી બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહેલા ડીન એલ્ગરને કેપટાઉનમાં રમાનાર બીજી ટેસ્ટ માટે ઈજાગ્રસ્ત ટેમ્બા બાવુમાના સ્થાને દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાવુમા ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો અને મેચમાં આગળ રમી શક્યો નહોતો. તેની ગેરહાજરીમાં એલ્ગરે કેપ્ટનશીપ સંભાળી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને 32 રને જીતી હતી. સદી ફટકારનાર એલ્ગરને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. બાવુમાના સ્થાને ઝુબેર હમઝા કેપટાઉનમાં રમાનાર બીજી ટેસ્ટ રમશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત